Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં મહાશિવરાત્રિ પર્વ પર શિવાલયોમાં ઉજવાયો ભક્તિ ઉત્સવઃ ભક્તો ઉમટ્યા

ચાર દિશા ઔર વાયુ બોલે, બમ બમ ભોલે બમ ભોલે...

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં મહાશિવરાત્રિ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રાચીન પ્રસિદ્ધ શિવાલયો ઉપરાંત વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની કતારો જોવા મળી હતી. નાગેશ્વર વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે બમ બમ ભોલેનાં નાદ સાથે ભક્તો ઉમટ્યા હતાં આસપાસનાં શ્રી નાગેશ્વર મંદિર તથા શ્રી અમરનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોએ શિવ આરાધના કરી હતી. કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મંદિરે પણ સવારથી મધરાત સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. ભગવાન ભોળાનાથને વિશેષ શ્રીંગાર ઉપરાંત રાત્રે મહાઆરતી સહિતનાં આયોજન થયા હતાં. ટાઉનહોલ નજીક આવેલ જામધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ ભક્તોની શિવ આરાધનાથી હર હર મહાદેવનો નાદ સતત ગૂંજતો રહૃાો હતો. આ ઉપરાંત હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક હજાર શિવલિંવાળા શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ આરતી, ભસ્મ આરતી તથા પૂજન સહિતનાં ધર્મકાર્યથી ભક્તોએ શિવ ઉપાસનાનો લાભ લીધો હતો. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરે પણ સાંજે દિપમાલા, મહાઆરતી સહિતનો ધર્મોત્સવ યોજાયો હતો. શ્રી લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવ મંદિરે પણ રઘુવંશી સમાજે શિવજીને રિઝવવા પૂજન - અર્ચન કર્યા હતા. આ ઉપરાંત નગરનાં વિવિધ શિવાલયોમાં દ્વાદશ જ્યોતિર્લિંગ ઝાંખી, ભાંગ વિતરણ, મહાઆરતી સહિતનાં વિવિધ આયોજનો થયા હતા અને ભક્તો શિવમય બની ગયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh