Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૧૯ લોકેશનમાંથી પોણા બે લાખનો વાયર ચોરાઈ ગયોઃ
જામનગર તા. ૧૧: જામજોધપુર પંથકમાં પવનચક્કી ઉભી કરતી વિન્ડ વર્લ્ડ પ્રા. લિ. નામની કંપની પરની સાઈટ પરથી ૧૯ લોકેશનમાંથી બે સપ્તાહમાં રૂ।.પોણા બે લાખનો અર્થિક વાયર કોઈ શખ્સો કાપીને લઈ ગયા છે. સિક્યુરિટી એજન્સીના કર્મચારીએ તેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના સડોદર, મેથાણ તથા કલ્યાણપર ગામ પાસે આવેલી વિન્ડ વર્લ્ડ નામની પવનચક્કીની ત્રણ સાઈટ પરથી ગઈ તા.૨૫થી ગઈ તા.૭ સુધીની વાયર ચોરાઈ ગયો છે.
વિન્ડ વર્લ્ડ નામની પવનચક્કીની આ કંપનીના ૧૯ લોકેશન પરથી અર્થિંગનો ૩૦૪ મીટર કોપર કેબલ કાપીને લઈ જવાયો છે. જેમાં રૂ।.૧,૮૨,૪૦૦ની કિંમતનો વાયર ચોરાઈ ગયો છે. આ કંપનીમાં સિક્યુરિટી પૂરી પાડતી ગણેશ સિક્યુરિટી એજન્સીના કર્મચારી જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial