Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસીઓ ગોમતી-સમુદ્ર તટે પક્ષીઓ સાથે ખેંચી રહ્યા છે સેલ્ફી
મુખ્યત્વે યુરોપ, સાઈબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જોવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે શિયાળાના સમયગાળામાં ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ દર વર્ષે આવતાં હોય છે પરન્તુ આ વર્ષે શિયાળો જામે તે પહેલા જ ગુલાબી ઠંડીના પ્રારંભ સાથે સીગલ બર્ડઝ દ્વારકામાં ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર તેમજ દરિયાઈ પટ્ટીમાં જોવા મળે છે. દરિયા કાંઠે જોવા મળતાં આ પક્ષીઓની હેલ્થને અનુકુળ હોય તેવા ખાદ્યપદાર્થો ખવડાવાય તે જરૂરી છે. સ્થાનિકો પ્રવવાસીઓ અને યાત્રિકો વિવિધ ખાદ્ય પદાર્થો ખવડાવી તેમની સાથે સેલ્ફી પાડી રહયા છે. સફેદ અથવા તપખીરીયા રંગના સીગલ પક્ષીને ગુજરાતીમાં ધોમડો કહે છે જેની અલગ અલગ પ્રજાતિઓ હોય છે જે પૈકી અમૂક પ્રજાતિ ઋતુ અનુસાર સતત સ્થળાંતરીત થતી રહે છે. ગુજરાતમાં દર વર્ષે શિયાળા દરમ્યાન સીગલ પક્ષીઓની પ્રજાતીઓ ભૂરો, શ્યામશીર, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધીમડો દરિયાઈ વિસ્તારોમાં જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial