Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના ઈસ્કોન મંદિરમાં આવતીકાલે
રાજકોટ તા. ૩: ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના પ્રાગટય દિવસ ગૌર પૂર્ણિમા અને ફૂલોથી હોળી મહોત્સવ તા. ૪-૩ના ઈસ્કોન મંદિર, કાલાવડ રોડ, રાજકોટમાં યોજાશે, જેમાં વિવિધ જાતના રંગબેરંગી ૧૧૦૦ કિલો ફૂલોનો ઉપયોગ થશે. ભગવાન શ્રી શ્રી ગૌર-નિતાઈના પવિત્ર પ્રાગટય તિથિ નિમિત્તે વૈદિક વિધિ અનુસાર તથા દૂધ, દહીં, ઘી, મધ, ફળરસ અને પવિત્ર જળથી મહાઅભિષેક કરવામાં આવશે. મંત્રોચ્ચાર અને હરિનામ સંકીર્તનથી ભક્તિમય માહોલ સર્જાશે.
ઉલ્લેખનિય છે કે ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ ઈ.સ. ૧૪૮૬માં નવદ્વીપ (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કરૂ:ણામય અવતાર તરીકે માનવામાં આવે છે. કલિયુગમાં હરિનામ સંકીર્તન દ્વારા સર્વે જીવાત્માઓને પ્રેમ અને ભક્તિનો સંદેશ આપવા તેઓનું આગમન થયું હતું. તેમણે 'હરે કૃષ્ણ મહામંત્ર' ના જાપ અને સંકીર્તનનો પ્રચાર કર્યો હતો. નિત્યાનંદ પ્રભુ ભગવાન બલરામના અવતાર માનવામાં આવે છે. તેઓ અતિ કૃપાળુ અને દયાળુ સ્વભાવના હતા. ભગવાન શ્રી શ્રી ગૌર-નિતાઈની દિવ્ય જોડીએ હરિનામ સંકીર્તન આંદોલન દ્વારા વિશ્વને પ્રેમ, એકતા, અને આધ્યાત્મિક ઉન્નતિનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો.
તા. ૪-૩ના સાંજે ૫ વાગ્યે શ્રી શ્રી ગૌર નિતાઈ પાલખી ઉત્સવ, સાંજે ૬ વાગ્યે ગૌર કથા તથા રાત્રે ૮ વાગ્યે પુષ્પ અભિષેક (ફૂલની હોળી) કરવામાં આવશે. તેમ વૈષ્ણવ સેવા દાસ (પ્રમુખ, ઈસ્કોન મંદિર, રાજકોટ)એ જણાવ્યું છે.ે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial