Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયામાં ઊંડ નદી પાસેથી ભઠ્ઠી મળી આવીઃ
જામનગર તા. ૨૧: જામનગરના વુલન મીલ ફાટક નજીકના બાવરીવાસમાં ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પાડેલા દરોડામાં છ ઝૂંપડામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે. સ્થળ પરથી તૈયાર દારૂ, આથો કબજે કરાયા છે. જોડિયામાં ઉંડ ડેમની પાળી પાસેથી પણ દેશી દારૂની ભઠ્ઠી પકડવામાં આવી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરીવાસમાં જયોતિબેન રવિભાઈ કોળી નામના મહિલાના ઝૂંપડામાં ગઈકાલે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી ૭૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. જ્યારે ગીતાબેન લક્ષ્મણભાઈ ડાભી નામના મહિલાના ઝૂંપડામાંથી પણ ભઠ્ઠી સાંપડી છે. ત્યાંથી ૮૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
બાવરીવાસમાં જ ચાંદનીબેન કિશન કોળીના ઝૂંપડામાં ધમધમતી ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડતા ૮૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો ઝડપાઈ ગયા હતા. સંતોષ અમરભાઈ ડાભી નામના શખ્સના ઝૂંપડામાંથી પણ ૯૦ લીટર આથો, તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા હતા. લીલાબેન લખનભાઈ ડાભીના ઝૂંપડામાંથી ૮૦ લીટર આથો, તૈયાર દારૂ, સાધનો પોલીસે કબજે કર્યા છે.
વુલન મીલ ફાટક નજીકના બાવરીવાસમાં કેસરીબેન રામપ્રસાદ પરમારના ઝૂંપડામાંથી પણ ૯૦ લીટર આથો, તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો પોલીસે ઝબ્બે લીધા છે. જોડિયા નજીક ઉંડ ડેમની પાળી પાસે બાવળની ઝાળીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર જોડીયા પોલીસે પાડેલા દરોડામાં ૩૦ લીટર આથો, તૈયાર દારૂ પકડાયો હતો. સંચાલક શૈલેષ મગનભાઈ વાઘેલાની અટકાયત કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial