Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતનો આકરો પ્રકોપ
નવી દિલ્હી તા. ૩૦: જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બદર ગામમાં ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં કાટમાળમાંથી સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અહીં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના રામબનના રાજગઢમાં શનિવારે સવારે વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે. બે લોકો ગૂમ છે. આખા વિસ્તારમાં ઘણો કાટમાળ ફેલાયેલો છે. અહીં રેસ્ક્યૂ-સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તેમજ શુક્રવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના મંડીના ગોહરમાં વાદળ ફાટ્યું. નંદી પંચાયતના નાસેની નાલામાં ઘણા વાહનો તણાઈ ગયા. શિમલાના જુટોગ કેન્ટમાં ભૂસ્ખલન થયું. સેનાના રહેણાંક મકાનોને ખાલી કરાવવામાં આવ્યા હતાં.
પંજાબના અમૃતસર, પઠાણકોટ સહિત ૮ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રપ૦ થી વધુ ગાડમાઓમાં પ થી ૧પ ફૂટ પાણી ભરાઈ ગયું છે. પૂરમાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે. ત્રણ લોકો ગૂમ છે.
ઉત્તરાખંડના ચમોલી, રૂદ્રપ્રયાગ, ટિહરી અને બાગેશ્વરમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને અગિયાર લોકો ગૂમ થયા છે. બાગેશ્વરના કાપકોટમાં પણ ઘણા ઘરોને નુકસાન થયું છે.
યુપીના ૧૮ જિલ્લા પૂરની ઝપેટમાં છે. વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૭૪ ઘરો ધરાશાયી થયા છે. વારાણસીના તમામ ૮૪ ઘાટનો સંપર્ક તૂટી ગયો છે. બલિયામાં ૧૦ હજાર ઘરોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના કટરામાં વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવી છે. ર૬-ઓગસ્ટના યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૪ લોકોના મોત થયા હતાં. મહારાષ્ટ્રના લાતુર અને નાંદેડમાં પ૦ રસ્તાઓ અને પૂલો પાણીમાં ડૂબી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial