Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈઃ
જામનગર તા. ૧૧: જામનગરના સિક્કા પાટીયા નજીક શાપર પાટીયા પાસે મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની પોણા સોળ વર્ષની પુત્રી બે સપ્તાહ પૂર્વે લાપત્તા બની ગઈ છે. તેણીના પિતાએ પોલીસને જાણ કરી છે. પોલીસે સગીરાનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ આરંભી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા ગામના પાટીયા પાસે જીવીઆઈ કોલોનીમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના અમરજર ગામના વતની પ્રેમસીંગ જીતરાભાઈ ચુડાવદરા નામના શ્રમિકની પોણા સોળ વર્ષની પુત્રી મિતલ ગઈ તા.૨૩ માર્ચની સવારે અગિયારેક વાગ્યે પોતાના ઘરેથી લાપત્તા બની ગઈ છે.
આ તરૂણીની પિતા સહિતના પરિવારે તપાસ કરાવ્યા પછી પણ તેણીનો પત્તો લાગ્યો નથી તેથી પોલીસમાં તેની જાણ કરવામાં આવી છે. મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન, ચારેક ફૂટની ઉંચાઈ ધરાવતી આ તરૂણીએ છેલ્લે કાળા તથા ગુલાબી રંગની ડિઝાઈનવાળો ડ્રેસ અને કાળા રંગની લેગીઝ ધારણ કરેલી હતી. આ સગીરા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિકકા પોલીસ સ્ટેશનના ફોન-૬૩૫૯૬ ૨૭૮૪૪નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial