Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયર, પદાધિકારીઓ, શિક્ષકો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, સુરક્ષા દળોના જવાનો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
જામનગર તા. ૧૭: સરદાર પટેલની ૧પ૦ મી જન્મ જયંતીની ઉજવણીરૂપે જામનગર વિધાનસભા મતવિસ્તારની એક્તા યાત્રા યોજાઈ હતી. પ્રારંભમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આરંભના સ્થળે મંત્રી અને મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપીને સન્માન્યા પણ હતાં.
રિવાબાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુંકે, આ યાત્રા કોઈ યાત્રા નહીં, પણ એક રાષ્ટ્રપ્રેમી મહાન વિભૂતિને અંજલિરૂપ છે. સરદાર પટેલનું જીવન રાષ્ટ્રપ્રેમ, દયા, સાહસ વિગેરે ગુણોની પ્રેરણાઓ આપે છે. તેમણે કરેલા કાર્યો તેમના સામર્થ્ય અને ઊર્જાસભર નેતૃત્વનો પરિચય આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપી,એક્તા દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો અને સરદાર પટેલને સન્માન આપ્યું છે.
યાત્રાનો પ્રારંભ જામનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ગાંધીનગર મેઈન રોડથી થયો હતો. શહેરમાં પટેલ કોલોની, વિકાસગૃહ, ડી.કે.વી. સર્કલ, ગુરુ દત્તાત્રેય રોડ, સાંસદશ્રી નિવાસસ્થાન, વાલકેશ્વરી નગરી, ગુરુદ્વારા સર્કલ, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી થઈને લાલબંગલો સર્કલ પાસે આ યાત્રા વિરામ પામી હતી.
વિવિધ સ્થળોએ અલગ અલગ સમુદાયો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતાં. મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ, ડો. આંબેડકર સ્ટેચ્યુ પાસે મહાનુભાવોએ પ્રતિમાઓને ફૂલહાર કર્યા હતાં.
આ એક્તા પદયાત્રામાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિવિધ સમાજના અગ્રણીઓ અને લોકો, સંરક્ષક દળોના જવાનો, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો સહભાગી બન્યા હતાં. તિરંગા સાથે લઈને રાષ્ટ્રભક્તિસભર ગીતો સાથે, રંગેચંગે એક્તા યાત્રા નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી.
યાત્રામાં અગ્રણી બીનાબેન કોઠારી, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષનાનેતા આશિષભાઈ જોષી, શહેર ભાજપ અધ્યક્ષ બિનાબેન કોઠારી, દંડક કેતન નાખવા, બન્ને વિધાનસભામાં યોજાયેલી પદયાત્રાના ઈન્ચાર્જ અને પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો, પ્રાંત અધિકારી અદિતિ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial