Advertisement
Author: નોબત સમાચાર

સગા મામા સાથે થયેલી બોલાચાલી અંગે ઘરના સભ્યોએ ઠપકો આપતા બે પિતરાઈની આત્મહત્યા

એક કલાકના સમયમાં બંનેએ ખાઈ લીધો ગળાટૂંપોઃ પોલીસ દોડી ગઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર નાની બાણુંગાર ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના બે ભાઈના પરિવારમાં ગઈકાલે બે પિતરાઈએ પરિવારજનોના ઠપકાથી વારાફરતી ગળાફાંસા ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. એક યુવાનને તેના સગા મામા સાથે થયેલી બોલાચાલી અંગે ઘરના સભ્યોએ ઠપકો આપતા એક યુવાને મોટી બાણુંગારની સીમમાં અને તેના પિતરાઈએ નાની બાણુંગારની સીમમાં એક કલાકના સમયગાળામાં ગળાફાંસો લગાવી લીધો હતો. પોલીસે બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

ઉપરોક્ત બનાવની વધુ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબુવા તાલુકાના સાગોટા ગામના વતની ખુમલાભાઈ રણછોડભાઈ બુંડોરીયા (ઉ.વ.૩૭) તથા તેમના કાકા ગણપતભાઈ થાવરીયાભાઈ બુંડોરીયા અને અન્ય પરિવારજનો કેટલાક સમયથી જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા નાની તથા મોટી બાણુંગાર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા હતા. આ વ્યક્તિઓ નિલેશભાઈ ડાયાભાઈ નામના ખેડૂતના ખેતરમાં કામ કરતા હતા.

તે દરમિયાન ખુમલાભાઈ તથા તેના કુટુંબી કાકાના દીકરા સંદીપ ગણપતભાઈ બુંડોરીયા (ઉ.વ.૨૦)ને થોડા દિવસ પહેલાં ખુમલાભાઈના મામા રાજુભાઈ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારપછી ખુમલાભાઈને તેમના પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લાગી આવતા ગઈકાલે સવારે મોટી બાણુગાર ગામમાં ભૂપતભાઈ પીતાંબરભાઈ નામના ખેડૂતના ખેતરમાં જઈ ખુમલાભાઈએ શેઢે આવેલા ઈલેકટ્રીકના થાંભલાના એંગલમાં ચુંદડી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં નાનાભાઈ નવલભાઈ બુંડોરીયા સહિતના વ્યક્તિઓ દોડી ગયા હતા. તેઓએ ખુમલાભાઈને નીચે ઉતારી પોલીસને જાણ કરી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી પીએસઆઈ એ.આર. પરમાર તથા સ્ટાફ દોડી ગયા હતા.

બનાવના સ્થળેથી પોલીસે ખુમલાભાઈના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડવાની તજવીજ કરી તે દરમિયાન એકાદ કલાકમાં જ ખુમલાભાઈના પિતરાઈ સંદીપ ગણપતભાઈ બુંડોરીયાએ નાની બાણુંગારની સીમમાં જઈ ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પોલીસ ટીમ તથા અન્ય પરિવારજનો નાની બાણુગારની સીમમાં પહોંચ્યા હતા. ત્યાંથી સંદીપભાઈને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયેલા આ યુવાનને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેના પિતા ગણપતભાઈ થાવરીયાભાઈ બુંડોરીયાએ પોલીસને જાણ કરી છે.

એક યુવાનને તેના મામા સાથે થયેલા ઝઘડા પછી સામાન્ય બોલાચાલીનો ઘરના સભ્યોએ ઠપકો આપતા આ યુવાન તથા તેના પિતરાઈએ વારાફરતી ગળાફાંસા ખાઈ જીવતર ટૂંકાવી લેતાં મૃતકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh