Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવેના ઉચ્ચ અધિકારી દ્વારા
જામનગર તા. ૧૮: પશ્ચિમ રેલવેની પ્રધાન મુખ્ય કાર્મિક અધિકારી, શ્રીમતી મંજુલા સક્સેનાએ હાપા સ્ટેશન પર કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને કર્મચારીઓની સેવા સંબંધિત મુદ્દાઓ જેમ કે પ્રમોશન, ટ્રાન્સફર, સિનિયોરિટી અને રહેઠાણ અંગે ચર્ચા કરી તથા જરૂરી મુદ્દાઓનું તત્કાલ સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું. શ્રીમતી સક્સેનાએ કર્મચારીઓને સંબોધતા કહૃાું કે તેઓ કર્મચારી હિત નિધિ હેઠળ ઉપલબ્ધ યોજનાઓનો વધારેમાં વધારે લાભ લે. તેમણે ખાસ કરીને શિષ્યવૃત્તિ યોજના, ગંભીર બીમારીના કિસ્સામાં સહાય, તેમજ અસ્વસ્થતાના કારણે બિન-વેતન રજા લેતા કર્મચારીઓ માટે મેન્ટેનન્સ ભથ્થું જેવી યોજનાઓ પર ભાર મૂક્યો. સાથે સાથે તેમણે કર્મચારીઓને આ પણ અવગત કરાવ્યું કે કલ્યાણ નિધિ હેઠળ કર્મચારીઓની પુત્રીઓને મોટર ડ્રાઇવિંગ શીખવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે કર્મચારીઓને સલાહ આપી કે આ યોજનાઓની વિગતવાર માહિતી અને માર્ગદર્શન માટે તેઓ પોતાના-પોતાના વેલફેર ઇન્સ્પેક્ટર સાથે નિયમિત સંપર્કમાં રહે.
આ સંવાદ કાર્યક્રમમાં કુલ ૧૩૫ કર્મચારી જોડાયા હતાં. જેમાં ખાસ કરીને ટ્રેક મેન્ટેનર કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજર રહૃાા. કાર્યક્રમનું સફળ આયોજન રાજકોટ મંડળના વરિષ્ઠ કાર્મિક અધિકારી અમૃત સોલંકીના માર્ગદર્શન હેઠળ, કલ્યાણ નિરીક્ષકની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial