Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓ માટે મતદાન શરૃઃ કાલે થશે મતગણતરી

રાજ્યની ર૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ર૮૬૯ બેઠકો પર ચૂંટણીજંગઃ બીએમસીની રર૭ બેઠકો પર સૌની નજરઃ ઠાકરે બંધુઓનું ભાવિ થશે નિશ્ચિત

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧પઃ મહારાષ્ટ્રની ર૯ મ્યુ. કોર્પો.ની ર૮૬૯ બેઠકો પર ૩.૪૮ કરોડ મતદારો ૧પ,૯૩૧ મતદરોનું ભાવિ ઘડશે. સૌથી મોટો જંગ બીએમસીમાં છે, જ્યાં ભાજપ-મહાયુતિ અને ઠાકરે બ્રધર્સની સંયુક્ત તાકાત વચ્ચે મુકાબલો છે. પ્રારંભે જ અક્ષય-મોહન ભાગવત વિગેરે મહાનુભાવોએ મતદાન કર્યું છે. કાલે મત ગણતરી છે.

આજે મહારાષ્ટ્રમાં ર૯ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન ચાલી રહ્યું છે, અને સાંજે પ-૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ ચૂંટણીઓમાં જ્યારે મુખ્યમંત્રી દેવેન્દર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારની પ્રતિષ્ઠા દાવ પર છે, ત્યારે ઠાકરે ભાઈઓ ઉદ્ધવ અને રાજના પક્ષોનું ગઠબંધન બીએમસીમાં સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે મુંબઈમાં ર૮ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈમાં રર૭ બેઠકો પર ચૂંટણીને સુચારૂ રીતે ચલાવવા માટે ૬૪,૩૭પ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ર૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ ર,૮૬૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આમાં કુલ ૩.૪૮ કરોડ મતદારો છે, જેમાં ૧.૮૧ કરોડ પુરુષો, ૧.૬૬ મહિલાઓ અને ૪ હજાર પ૯૬ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

મુંબઈ ઉપરાંત ર૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોમ્બિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, પનવેલ, નાસિક, માલેગાંવ, બહિલ્યાનગર, જલગાંવ, ધુલે, પૂણે, પિંપરી, કચ્છ, ઈંગ્લેન્ડ, ચૌહાણ, સોલંકી વિગેરેનો સમાવેશ થાય છે. સાંગલી-મિરાજ-કુપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાધાલા, પરભણી, જાલના, લાતુર, અમરાવતી, અકોલા, નાગપુર અને ચંદ્રપુર.

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના રર૭ વોર્ડમાં કુલ ૧,૭૦૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે મુંબઈમાં ૧.૦૩ કરોડથી વધુ મતદારો તેમનો મત્તાધિકારન ઉપયોગ કરી શકશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે મુંબઈ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. વિવિધ સ્થળોએ બેરિકેડ ઊભા કર્યા છે, અને વાહનોની તપાસ કરી છે.

ચૂંટણી પંચે મતદારોને સુવિધા આપવા માટે અનેક પહેલ કરી છે. મહિલાઓ દ્વારા સંચાલિત ગુલાબી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, અને વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરાઈ છે.

મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં આ મ્યુનિસિપલ ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ર૦રર માં શિવસેનાના વિભાજન પછી આ ચૂંટણી ઠાકરે બંધુઓ માટે એક મોટી પરીક્ષા છે, જે નક્કી કરે છે કે મુંબઈ અને રાજ્યમાં તેમનો રાજકીય પ્રભાવ અકબંધ રહેશે કે નહીં. મતગણતરી ૧૬ જાન્યુઆરીએ થશે.

ઉદ્ધવ ઠાકરેના ગંભીર આક્ષેપો

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ભાગ રૂપે ર૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ ગંભીર આક્ષેપો કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ મતદાન માટે વપરાતી શાહીનો ઉલ્લેખ કરીને મતપ્રક્રિયામાં કથિત ગરબડ-ગોટાળા અંગે આજે બપોરે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી અને સણસણતા આક્ષેપો કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh