Advertisement
Author: નોબત સમાચાર

રણુજા પાસે ચાલીને જતાં ગોલીટાના યુવાનને અજાણ્યા વાહનની ટક્કરઃ મૃત્યુ

હિટ એન્ડ રનના બનાવની પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૧: કાલાવડના રણુજામાં ગયા સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલા લોકમેળામાં આવેલા ધ્રોલના ગોલીટા ગામના એક યુવાનને અજાણ્યું વાહન હડફેટે લઈને નાસી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. હિટ એન્ડ રનના આ બનાવની મૃતકના મોટાભાઈએ છ મહિના પછી કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન તથા તેના ચાલકની શોધ આરંભી છે.

ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા જગદીશભાઈ નાનજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) નામના યુવાન ગયા સપ્ટેમ્બર મહિનામાં કાલાવડ નજીકના રણુજામાં યોજાયેલા લોકમેળામાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેઓ તા.૩ની સવારે રણુજા રોડ પર ચાલીને જતા હતા ત્યારે તેઓને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારી દીધી હતી.

આ અકસ્માતમાં રોડ પર ફેંકાઈ ગયેલા જગદીશભાઈને માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થવા ઉપરાંત અન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જી અજાણ્યું વાહન નાસી ગયું હતું. ત્યાં હાજર લોકોએ જગદીશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગોલીટા ગામના અરવિંદભાઈ વાઘેલાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ જે.એસ. ગોવાણીએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh