Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં સાત પોલીસ ઈન્સ્પેક્ટરની કરાઈ બદલી

ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈ લીવ રિઝર્વમાં મૂકાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બિન હથિયારધારી પોલીસ વર્ગમાં ગઈકાલે છ પીઆઈની બદલીનો હુકમ કરાયો છે અને તાજેતરમાં પીઆઈની રાજ્યભરમાં થયેલી બદલીમાં જામનગરથી દ્વારકા જિલ્લામાં મૂકાયેલા એક પીઆઈને સલાયા મરીન પોલીસ મથકમાં મૂકાયા છે અને સલાયા મરીનના હાલના પીઆઈને લીવ રિઝર્વમાં મૂકવા ઉપરાંત એસઓજી પીઆઈનો ચાર્જ સોંપાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં તાજેતરમાં ૧૧ પોલીસ ઈન્સ્પેક્ટર તથા ૧૩ નવા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી થયા પછી ગઈકાલે દેવભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વાળાએ સાત ઈન્સ્પેક્ટરની નિયુક્તિ-બદલીનો હુકમ કર્યાે છે.

ખંભાળિયા નજીકના સલાયામાં મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ વી.એ. રાણાને લીવ રિઝર્વમાં મુકવામા આવ્યા છે. તેઓની જગ્યાએ જામનગરથી દ્વારકા જિલ્લામાં મુકાયેલા પીઆઈ એમ.વી. ગજ્જણને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

તે ઉપરાંત ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષીને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. પીઆઈ વી.કે. કોઠીયાને સાયબર ક્રાઈમમાંથી દ્વારકા અને લીવ રિઝર્વમાંથી પીઆઈ આર.એન. હાથલીયાને ખંભાળિયા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. લીવ રિઝર્વમાંથી પીઆઈ એસ.આર. ખરાડીને મીઠાપુર તેમજ લીવ રિઝર્વમાંથી પીઆઈ જે.એન. ચાવડાને મહિલા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે. સલાયા મરીન પોલીસ મથકના પીઆઈ વી.એ. રાણાને લીવ રિઝર્વમાં મુકવા ઉપરાંત એસઓજી પીઆઈનો ચાર્જ પણ સોંપાયો છે. જ્યારે લીવ રિઝર્વમાં મુકાયેલા પીઆઈ એન.એચ. જોષીને એલસીબી પીઆઈનો ચાર્જ પણ અપાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh