Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકાની લાઈટ શાખામાં અપૂરતો સ્ટાફ
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના ૫ થી ૬ હજાર જેટલી સ્ટ્રીટ લાઈટોની સામે માત્ર ચાર જ ટેકનિકલ કર્મચારી અને ચાર જ હેલ્પર હોય તેની સામે ખંભાળિયા પાલિકા 'સી' ગ્રેડનું હજુ ત્યારની ફરિયાદો પણ આ નાનો સ્ટાફ અને ટાંચા સાધનો જુની પુરાણી ગાડી અને ભંગાર નીસરણીથી હાલના કર્મચારીઓ પહોંચી ના શકતા હોય, તાકીદે વ્યવસ્થા સ્ટાફની કરવા માગ કરાઈ છે, તો સાથોસાથ જુની જર્જરીત ગાડી ટાંચા સાધનોને બદલે નવા સાધનો તથા વીજકર્મી લાઈનેમનના કોર્સ કરેલાને નિમવા માગણી કરાઈ છે.
ખંભાળિયા પાલિકા 'એ' ગ્રેડની થતા રામનગર, શક્તિનગર, ધરમપુર તથા હર્ષદપુરનો બહુ મોટો કિલો મીટરોનો નવો વિસ્તાર ખંભાળિયામાં જોડાયો છે, જેમાં જુની સ્ટ્રીટ લાઈટો ભાગ્યે જ છે અને જ્યાં છે ત્યાં સીધા લંગરિયા વીજ વાયરોમાંથી લીધેલા કે ફોલ્ટવાળા હોય, તેના રીપેરીંગની સાથોસાથ છેક ઘી ડેમ સુધી પાલિકા વિસ્તાર વધ્યો હોય, તથા છેક શીરૂવાડી મેળા નજીક સુધી વિસ્તાર ગયો હોય ત્યાં સુધી નવી સ્ટ્રીટ લાઈટો નાખવા, જુની ચાલુ કરવા, ખંભાળિયાની હદ સુધી ચારે દિશાઓમાં લાઈટો નાખવાની સાથે હાલની મશીનરી, ગાડીઓ તથા ટાંચા સાધનો પણ નવા વસાવવા જરૂરી હોય, તાકીદે યોગ્ય કરવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial