Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોકા-છરી સાથે રાખી ફરતા આઠ શખ્સ ઝબ્બેઃ છ વાહનચાલક સામે અન્ય ગુન્હાઃ
જામનગર તા. ૧૯ : જામનગર શહેર તથા જિલ્લામાં ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બેડી નજીકના વાલસુરા રોડ પરથી જીજે-૧૬-બીએફ ૧૭૧૧ નંબરના બાઈક પર નશાની હાલતમાં જતા પાર્થ ઉર્ફે વિરમ હીરજીભાઈ ઘેડીયા નામના શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. દિગ્જામ સર્કલ પાસે નશાની હાલતમાં જીજે-૧પ-સીઆર ૫૮૬ નંબરની મોટર ચલાવીને જતા સરમત ગામના રાજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરાઈ હતી.
જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસેથી જીજે-૧૨-સીપી ૮૩૨૪ નંબરની અર્ટીગા મોટર ચલાવીને નશાની હાલતમાં જઈ રહેલા રાહુલ અશોકભાઈ બરૂઆ નામના ગાંધીધામના ગરપાદર ગામના શખ્સને પકડી લેવાયો હતો. હનુમાન ટેકરી પાસે નશાની હાલતમાં જીજે-૧૦-એઈ ૯૬૯૫ નંબરનું બાઈક લઈને જતા ભાવેશ શામજીભાઈ વાઘેલાની અટકાયત કરાઈ હતી. લાલપુર ચોકડી પાસેથી શિવધારા-૬માં રહેતા જયદીપ ચંદુભાઈ મુંગરા નામનો શખ્સ જીજે-૧૦-બીએચ ૯૫૭૩ નંબરનંુ બાઈક ચલાવીને જતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.
કાલાવડમાં પીડબલ્યુડી સર્કલ પાસેથી જીજે-૧૦-ઈએફ ૬૪૨૦ નંબરનું બાઈક નશાની હાલતમાં ચલાવીને જતો યુવરાજસિંહ જયેન્દ્રસિંહ જેઠવા નામનો કાલાવડનો શખ્સ પકડાયો હતો. જામજોધપુરના સમાણા ગામની ચેકપોસ્ટ પાસેથી જીજે-૬-એફક્યુ ૬૩૮૨ નંબરની વરના મોટર ચલાવીને જતા પાનેલીના ભાવેશ ચંદ્રકાંત તન્નાને પકડી લેવામાં આવ્યો હતો. જામજોધપુરમાંથી નારણ કેશુભાઈ હરીયાણી નામનો શખ્સ જીજે-૧૦-ડીકે ૨૨૪૦ નંબરના મોટરસાયકલ પર નશાની હાલતમાં ઝડપાયો હતો.
જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી જીજે-૩-બીએક્સ ૧૪૧૮ નંબરની રિક્ષા નશાની હાલતમાં ચલાવીને જતા રાહુલસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. પ્રણામી રોડ પર બાઈની વાડી ચાર રસ્તા નજીકથી નશાની હાલતમાં જીજે-૧૦-એકે ૭૮૭૧ નંબરનંુ બાઈક લઈને જતો રાજુ ગોવિંદભાઈ ભટ્ટી પકડાઈ ગયો હતો. કાલાવડની આણંદપર ચેકપોસ્ટ પાસેથી જાવિદ ગફારભાઈ ડાકોરા નામનો શખ્સ નશાની હાલતમાં જીજે-૩-એનએચ ૪૬ નંબરનું એક્ટિવા ચલાવતો મળી આવ્યો હતો.
જોડિયાની મુખ્ય બજારમાંથી કમલેશ હસમુખભાઈ હરવદીયા નામનો શખ્સ લાકડી સાથે ઝડપાઈ ગયો હતો. ધ્રોલના ત્રિકોણ બાગ પાસેથી સાગર રાયધન વાઘેલા નામનો શખ્સ છરી સાથે મળી આવ્યો હતો. લાલપુરના આરબલુસ ગામમાંથી મહંમદ જમીલ રઝા નામનો શખ્સ પણ છરી સાથે પકડાઈ ગયો હતો. કાલાવડ શહેરમાંથી દેવા રમુભાઈ સાડમીયા નામનો શખ્સ ધોકા સાથે મળી આવ્યો હતો. નિકાવા ચોકડી પાસેથી ધર્મેન્દ્ર ધનાભાઈ પરમાર નામનો શખ્સ રિક્ષામાં ધોકો લઈને જતો હતો. આણંદપર ચેકપોસ્ટ પરથી મોટરમાં ધોકો લઈને જતા વિરાજ રાજેશ સોલંકી સામે ગુન્હો નોંધાયો હતો. દિગ્જામ સર્કલ રોડ પરથી અમૃત ચંદ્રમુખી ડાભી તથા બબુલ અશોક મુખરજી નામના બે શખ્સ છરી સાથે મળી આવ્યા હતા.
જામનગરના ધુંવાવ પાસે ગફલતભરી રીતે બાઈક ચલાવતા પિયુષ રમેશભાઈ મકવાણા સામે કાર્યવાહી કરાઈ છે. ખીજડિયા બાયપાસ પાસે યુનુસ કારા માજોઠીએ રોડ પર રિક્ષા રાખતા ગુન્હો નોંધાયો છે. હાજી આદમ માણેકે પુરઝડપે ખીજડિયા બાયપાસ પાસે રિક્ષા ચલાવતા કાર્યવાહી થઈ છે. કાલાવડમાં બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ઉભી રાખનાર ફારૂકશા હબીબશા ફકીર સામે ગુન્હો નોંધાયો છે. જોગવડ પાટીયા પાસે જેઠાલાલ પેથાભાઈ વારસાકીયાએ જીજે-૧૦-ટીડબલ્યુ ૭૮૧૨ નંબરનું વાહન બેફિકરાઈથી ચલાવતા ગુન્હો નોંધાયો છે. લાલપુરમાં અબઝલ આમદ હાલેપોત્રાએ પણ બેફિકરાઈથી બાઈક ચલાવતા કાર્યવાહી કરાઈ છે. સોયલ ટોલનાકા પાસે બેફિકરાઈથી ઈકો ચલાવતા મકબુલ યુનુસ પીપરવાડીયા સામે ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial