Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શહેરાવાલે સાંઈના દિવ્ય સાનિધ્યમાં 'વેલકમ ચેટીચાંદ' મહોત્સવ સંપન્ન

શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન ઝુલેલાલજીના ૧૦૭૬ મા જન્મોત્સવની ભવ્ય ઉજવણીઃ

                                                                                                                                                                                                      

જામનગરના સિંધી સમાજ અને એસએસડબલ્યુ સાંઈ પરિવાર દ્વારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ સાંઈના ૧૦૭૬ મા પાવન જન્મોત્સવ 'ચેટીચાંદ'ને વધાવવા માટે રવિવારના એક અત્યંત ભવ્ય અને ભાવસભર 'વેલકમ ચેટીચાંદ' મેલાનું મંગલમય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવ સિંધી સમાજના પરમ આરાધ્ય અને ભગવાન ઝુલેલાલજીના અનન્ય ઉપાસક પરમ પૂજનિય સંત શ્રી શહેરાવાલે સાંઈના દિવ્ય અને પવિત્ર સાનિધ્યમાં સંપન્ન થયો હતો. જામનગરના ગુલાબ કુંવરબા રાજપૂત સમાજ ગ્રાઉન્ડ (નેશનલ સ્કૂલ પાસે) માં આયોજિત આ ઉત્સવમાં સમગ્ર સિંધી સમાજ ભક્તિના અનોખા રંગે રંગાયો હતો જ્યાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

મહોત્સવનો પ્રારંભ રવિવારે સાંજે ૬ કલાકે નાનકપુરી વિસ્તારથી નીકળેલી અદ્ભુત શોભાયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં સિંધી જ્ઞાતિજનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ. 'લાલ જો લાલ-ઝુલેલાલ'ના ગગનભેદી નાદ્ સાથે અને ભક્તિના તાલે નાચતા-ઝુમતા જોડાયા હતાં. શોભાયાત્રા પછી ઉપસ્થિત હજારો ભાવિકોએ પૂજનિય સંત શ્રી શહેરાવાલે સાંઈના મુખારવિંદેથી વરસેલી અમૃતવાણી દિવ્ય સત્સંગ અને આશીર્વચનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશની ખ્યાતનામ 'કટનીની બાલક મંડળી' દ્વારા પ્રસ્તુત સિંધી સંસ્કૃતિના મધૂર કલામ અને ભગવાન ઝુલેલાલની ભક્તિમય સ્તૃતિઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય ચેતનાથી ભરાઈ ગયું હતું.

આ ધાર્મિક મહોત્સવના પાવન અવસરે જ્ઞાતિ સમૂહ ભંડારા પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર સમાજે એક પંગતે બેસીને મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો. સિંધી સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા અને સમાજમાં સિંધી સમાજ દ્વારા કરવામાં આવેલા આ ભગીરથ આયોજને જામનગરની ધર્મપ્રેમી જનતાના હૃદય જીતી લીધા હતાં. આ મહોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં, પરંતુ ભક્તિ અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh