Advertisement
Author: નોબત સમાચાર

ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે એકસ્ટ્રા ચાર્જ હવે નહીં ચૂકવવો પડેઃ મુસાફરોને રાહત

કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીએ રોક લગાવતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: હવાઈ મુસાફરોને મોટી રાહત થઈ છે. હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એકસ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે.

ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયે હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા ફ્લાઈટમાં સીટ પસંદ કરવા માટે લેવાતા વધારાના ચાર્જ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. નવા નિર્દેશ મુજબ હવે એરલાઈન્સ કંપનીઓએ કોઈપણ ફ્લાઈટની કુલ સીટોમાંથી ઓછામાં ઓછી ૬૦ ટકા સીટ મુસાફરો માટે કોઈપણ વધારાના શુલ્ક વગર ઉપલબ્ધ કરાવવી પડશે.

આ મહત્ત્વના પગલાંને કારણે વેબ ચેક-ઈન કે સીટ સિલેક્શન વખતે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા હિડન ચાર્જ નાબૂદ થશે અને મુસાફરી વધુ સસ્તી અને સુવિધાનજક બનશે.

સરકારના નવા આદેશ મુજબ હવે એરલાઈન્સે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે એક જ પીએનઆર પર મુસાફરી કરતા મુસાફરોને સાથે અથવા આસપસની સીટો જ મળે. આનાથી તે પરિવારો અને ગ્રુપમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે, જેમને અત્યાર સુધી સાથે બેસવા માટે વધારાના પૈસા ચૂકવવા પડતા હતાં.

આ ઉપરાંત મંત્રાલયે એરલાઈન્સને રમતગમતના સાધનો, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને પાલતું પ્રાણીઓને લઈ જવા માટેની નીતિઓ પણ વધુ પારદર્શક અને મુસાફરોને અનુકૂળ બનાવવા જણાવ્યું છે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ફ્લાઈટ મોડી પડે અથવા રદ થાય તેવા સંજોગોમાં મુસાફરોના અધિકારોનું ચૂસ્તપણે પાલન થવું જોઈએ. એરલાઈન્સે આ અધિકારોની માહિતી પોતાની વેબસાઈટ અને એરપોર્ટ કાઉન્ટર પર પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે. ભારતનું ડોમેસ્ટિક એવિએશન સેક્ટર દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર બની ગયું હોવાથી, સરકાર 'ઊડાન યાત્રી કેફે' અને ફી વાઈ-ફાઈ જેવી સુવિધાઓ દ્વારા હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સરળ બનાવવા પર ભાર મૂકી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh