Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકા દ્વારા
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ કે જે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હોય, આવા કર્મચારીઓ જયારે નોકરી કરતા હતા ત્યારે તેમના પગારમાંથી ઈપીએફ ની રકમ જે પગારના અમુક ટકા ફરજિયાત કપાત થાય છે. તથા તે રકમ વ્યાજ સાથે કર્મચારીને નિવૃત્ત થયે મળે છે. પણ વર્ષોથી ખંભાળીયા નગરપાલિકામાં ચાલતી ગંભીર બેદરકારીથી અનેક રોજમદારો નિવૃત્ત થયાના અઢી-અઢી વર્ષ સુધી તેમના હક્કની ઈપીએફની રકમથી વંચિત છે.
સુપ્રિમકોર્ટના આદેશ મુજબ ૨૦૧૧ થી રોજમદારો તથા ફિક્સ પગારદાર કર્મચારીઓની ઈપીએફની રકમ નગરપાલિકાએ કપાત કરીને ભરવાની હોય, પણ ૨૦૧૧ થી ૨૦૧૫ સુધીની નગરપાલિકાએ કપાત કરેલી રકમ સરકારમાં ન ભરતા ઈપીએફની રકમ નિવૃત્ત કર્મચારીઓને મળતી ન હતી. તે પછી વિરોધ, રજૂઆતો થતા આ રકમ અમુક વર્ષની ભરાઈ ગઈ પણ તે પછી તંત્ર દ્વારા સામાન્ય સભામાં ઠરાવ પછી ચુકવવાનું નક્કી કરાતા વળી કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
રકમ કપાય તો ભરાય કેમ નહીં ?
જો કે એક તપાસનો વિષય છે કે નગરપાલિકાના રોજમદારો તથા ફિક્સ પગારની રકમ ઈપીએફની લાખો રૂપિયા થાય તે નિયમિત કપાય જાય અને સરકારમાં ન ભરાય તો જાય છે ક્યાં ? રકમ સરકારમાં ન ભરાતા તેનું વ્યાજ જે તે કર્મચારીઓને ના મળે તો જવાબદારી કોની ? કર્મચારીઓનું અહિત કરનારા તથા આવી રીતે ગેરકાદેસર કપાત રકમને અન્યત્ર વાપરનારાની સામે ઊંડી તપાસની પણ વ્યથિત કર્મીઓએ માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial