Advertisement
Author: નોબત સમાચાર

જોડીયામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહલગ્નઃ મનોજભાઈ ચાવડિયાનું સન્માન

નવદંપતીઓએ પ્રભુતામાં માંડયા પગલાઃ

                                                                                                                                                                                                       

ધ્રોલ તા. ૧૧: જામનગર જિલ્લાના જોડીયા ગામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૧૫માં સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી નવજીવનની શરૂઆત કરી હતી. આ માંગલિક અવસરે સમગ્ર ભરવાડ સમાજ દ્વારા સમાજના રત્ન, ભાજપના વરિષ્ઠ આગેવાન અને જાણીતા શિક્ષણશાસ્ત્રી મનોજભાઈ ભગાભાઈ ચાવડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનોજભાઈ ચાવડિયા આજે ૮૦ વર્ષની વયે પણ સમાજસેવા અને શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહૃાા છે. ૧૬ સપ્ટેમ્બર ૧૯૪૬ના જન્મેલા અને ગુજરાત વિદ્યાપીઠના સંસ્કારો ધરાવતા મનોજભાઈએ પી.ટી.સી. કોલેજના આચાર્ય તરીકે વર્ષો સુધી સેવા આપી છે.

રાજકીય ક્ષેત્રે ભાજપના પાયાના કાર્યકર હોવા છતાં તેમની મુખ્ય ઓળખ હંમેશાં એક નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી તરીકેની રહી છે. હાલ જૈફ વયે પણ તેઓ ભરવાડ સમાજમાં વ્યસનમુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા અને કુરિવાજો નાબૂદી માટે ''દીવાદાંડી'' સમાન કાર્ય કરી રહૃાા છે. આ સમુહલગ્ન પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ મનોજભાઈના સેવાકીય જીવનની સરાહના કરી હતી અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh