Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોનાલ્ડ ટ્રમ્પનું 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'નું સ્વપ્ન ટેરિફ અને સેનાના આધારે પૂરૃં નહીં થાય!
અમેરિકાના બીજીવાર પ્રમુખ બનેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઉધામા હવે ઊંધા પડી રહૃાા હોય તેમ લાગી રહૃાું છે. વિશ્વના સમીકરણો રાતોરાત બદલી શકાતા નથી. ભૂતકાળમાં પણ કોઈ બદલી શક્યું નથી. અમેરિકા, રશિયા અને ચીનને મહાસત્તા બનવામાં એક સદી કરતાં વધુ સમય થયો. ભારત ૭૫ વર્ષમાં ઘણું પ્રગતિ કરી શક્યું છે. કોઈ પણ દેશ માટે પ્રગતિ કે અધોગતિનું પ્રથમ પરિણામ ૧૦૦ વર્ષે મળે છે. રાતોરાત ચમત્કાર થતાં નથી. પાકિસ્તાન. અફઘાનિસ્તાન, ઈરાક, વેનેઝુએલા, કોલંબિયા જેવા દેશો રાજકીય અવ્યવસ્થાને કારણે સતત પાછળ પડી રહૃાા છે. સેના અને રાજકીય સંઘર્ષને કારણે દુનિયાના અડધાથી વધુ દેશો પડતીના રસ્તે છે. ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે.
અમેરિકા અત્યાર સુધી આંતરીક રીતે શાંત અને સીધી લીટીમાં આગળ વધી રહૃાું હતું. મહાસત્તા બનવાના લોભમાં વિદેશની ધરતી ઉપર અનેક યુદ્ધો લડયું. ટેકનોલોજીમાં મહારત હાંસલ કરી દુનિયામાં પગદંડો જમાવ્યો છે. હવે પરિવર્તનનો પવન ફૂંકવાની લહૃાામાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂરાંટા થયા છે. દુનિયા અમેરિકાનું શોષણ કરી રહી છે તેવું તે માને છે. હવે તે નવો 'વર્લ્ડ ઓર્ડર' લખવા માંગે છે.
કરવેરા
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં સ્પષ્ટ નિર્ણય આપ્યો કે અમેરિકાના પ્રમુખને કરવેરા વધારવાની સત્તા નથી. આથી ડોનાલ્ડ ટ્રમ્પે પીછે હઠ કરવી પડી. પરંતુ આ તો હવા ભરેલા દાદા છે.. સુપ્રિમ કોર્ટની ટકોર પછી પણ સોલર એનર્જી ઉપકરણો ઉપર ૧૨૬ %ટેરિફ ફટકારી દીધી. દિશાવિહીન નિર્ણયો અમેરિકાને ક્યાં લઈ જશે તે અમેરિકનો જાણતા નથી. વર્તમાન સમયમાં આખી દુનિયા અવઢવમાં છે કે, અમેરિકા સાથેના વેપારમાં તેણે કેટલો ટેક્સ લગાવવાનો છે? છેલ્લા સમાચાર મુજબ ૧૫ ટકા હોય તેવું લાગી રહૃાું છે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા કર માળખાનો ત્યાંની સ્થાનિક અદાલતમાં પરાજય થયો છે. નવા આડેધડ કર લાદવાની સત્તા પ્રમુખને નથી, તેવો ચુકાદો અદાલતે આપ્યો ત્યારે સવાલ એ થાય કે, આ બાબતની પ્રમુખને ખબર નહીં હોય? પ્રમુખના સલાહકારોએ આ બાબતની જાણ ટ્રમ્પને નહીં કરી હોય? આ બધાની ઉપરવટ જઈ પ્રમુખે એકલા હાથે વિદેશો ઉપર આડેધડ રીતે જંગી કરવેરા લાદ્યા હોય તો તે, બહુ ગંભીર અને બેજવાબદાર ઘટના ગણી શકાય! બીજી ભાષામાં કહીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પ શાંત પાણીમાં વારંવાર મોટા પથરા ફેકી રહૃાા છે.
ઈરાન
બીજી મોટી ઘટના, ઈરાન ઉપર આક્રમણ કરવાની તૈયારી છે. ઈરાન એ અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, લિબિયા કે ઈરાક નથી. ઈરાન મજબૂત રાષ્ટ્ર છે. અમેરિકાએ લગભગ ૧૫ વર્ષથી ઈરાન ઉપર અનેક પ્રતિબંધો લાદ્યા પછી પણ તે નબળું પડ્યું નથી! ઈરાન ઉપર આક્રમણ કરવા માટેની તૈયારીમાં જ અમેરિકા ખર્ચના મોટા ખાડામાં ઉતરી ગયું છે. યુદ્ધ થાય તો અમેરિકાને પણ ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે. ઈરાન સાથે રશિયા અને ચીન પણ ટેકામાં બેઠા છે.
છેલ્લા બે દશકામાં અનેક યુદ્ધો થયાં, કોઈ જીતી શક્યું નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને રશિયા બન્ને ઊભી પૂછડીએ ભાગ્ય હતા! યુક્રેન જેવા નાના દેશ ઉપર રશિયા જેવી મહાસત્તા ધુસરી નાખી શકતી નથી. ચાર વર્ષ પછી પણ યુક્રેન અજય છે. ઈરાન યુક્રેન કરતાં અનેકગણું શક્તિશાળી રાષ્ટ્ર છે. આવે સમયે અમેરિકાની હાલત ખરાબ થાય તેવા સંજોગો છે.
ઈરાન સામે ખાંડા ખખડાવતા ટ્રમ્પ હવે સુધરશે નહીં તો, તેના માઠાં પરિણામો અમેરિકન નાગરિકોએ જરૂર ભોગવવા પડશે!
ફાયદો
અમેરિકાએ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માં ૨૬૫ બિલિયનની ચોખ્ખી કસ્ટમ આવક એકત્રિત કરી, જે ૨૦૨૪ માં ૮૦ બિલિયનથી નોંધપાત્ર વધી છે. એટલે કે ૧૮૫ બિલિયન ડોલરનો જંગી વધારો દર્શાવે છે. આ વધારો ટ્રમ્પ વહીવટીતંત્રના વ્યાપક નવા ટેરિફને કારણે થયો હતો, જેમાં ''પારસ્પરિક'' ટેરિફ અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો જેવા માલ પર વધુ કરનો સમાવેશ થાય છે. જો કે સામે પક્ષે, અમેરિકાની અદાલતે આ નવા કર માળખાને અયોગ્ય જાહેર કર્યું છે તેથી તેની અર્થતંત્ર ઉપર કેવી અસરો પડશે તે ભવિષ્યમાં ખબર પડે.
નુકસાન
ડોનાલ્ડ ટ્રમ્પની અસ્પષ્ટ નીતિ અને યુદ્ધખોર વૃત્તિને કારણે આખી દુનિયાના વેપાર ધંધા અસ્તવ્યસ્ત થઈ ગયા છે. અમેરિકા સાથેના આયાત નિકાસ માટેના ચોક્કસ કારણો, સ્થાનિક જરૂરિયાતો, બજાર, માંગ અને ફેશન મુખ્ય પાયાની બાબતો છે. આ તમામ પરિબળોનો મુખ્ય પાયો કિંમતો અને નફો છે. અમેરિકામાં જ્યારે કરવેરા જ અસ્પસ્ટ હોય ત્યારે વેપારી કેવી રીતે ભાવતાલ નક્કી કરે અને નફાનું શું? આર્થિક અનિશ્ચિતતાઓના કારણે આયાત નિકાસ ઉપર બહુ ગંભીર અસર પડી છે. આ માત્ર ભારતની જ સમસ્યા નથી, આખી દુનિયાના વેપારીઓ માથે હાથ દઈને બેઠા છે.
દુનિયાનો મોટાભાગનો વેપાર દરિયા આધારિત છે. આયાત અને નિકાસ કરતા લોકો માટે આ સરળ અને સસ્તો રસ્તો છે. એક તરફ રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલે છે, ઈઝરાયેલ પણ ગાઝામાં વિનાશ વેરી રહૃાું છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન ઉપર હુમલો કરી શકે છે. આવે સમયે દરિયાઈ માર્ગ જોખમી બની ગયા છે. અમેરિકા, ચીન અને રશિયાના નૌકા કાફલા સમુદ્રમાં ધામા નાખી યુદ્ધ અભ્યાસ કરી રહૃાા છે. આફ્રિકન ચાંચિયા પણ જોખમ બની ગયા છે.
આર્થિક અનિશ્ચિતતા અને પરિવહન સમસ્યાને કારણે દુનિયાના વેપાર ધંધા મુશ્કેલીમાં મુકાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત કારકિર્દીનું તો જે થવું હોય તે થશે, પરંતુ અમેરિકા માટે લાંબા ગાળા સુધી પ્રતિકૂળ અસરો મૂકી જશે તે નક્કી છે. લશ્કરી ખર્ચ અમેરિકાને ભારે પડી રહૃાો છે. ઈરાન સાથેના યુદ્ધ પછી શું? અમેરિકાએ વેનેઝુએલામાં દખલગીરી કરી અને તેના ક્રૂડ ઉપર કબજો કરી લીધો છે, આથી અમેરિકન લોકોને શું ફાયદો?
ડોનાલ્ડ ટ્રમ્પના તઘલખી શાસનને કારણે મોંઘવારી બહુ ઝડપથી વધી રહી છે.
ભારત
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત પણ પીડિત છે. ભારતના વેપાર ધંધામાં મંદી છે. અમેરિકાએ વિઝા નિયમો કડક બનાવતા અનેક ભારતીયો અટવાઈ ગયા છે. અમેરિકામાં સ્થાઈ થયેલા ભારતીય લોકો વતન આવતા પહેલાં સો વાર વિચાર કરે છે. ઉચ્ચ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પણ મૂંઝવણભરી હાલતમાં છે. નવા વિઝા રિજેકશનનું પ્રમાણ બહુ મોટું થયું છે. પરિવારના પ્રસંગો અટવાઈ ગયા છે. અમેરિકામાં કમાણી કરી માતા પિતાને આર્થિક સહાય કરતા યુવાનો પણ હવે રૂપિયા મોકલતા પહેલાં સલાહ લઈ આગળ વધે છે. વિદ્યાર્થીઓને નવી નોકરી મળતી નથી, નોકરી મળે તો પૂરતો પગાર મળતો નથી. ભવિષ્યમાં કયા નિયમો હશે તેની ખબર નથી તેથી ભવિષ્ય પણ અંધકારમય બની ગયું છે. ગમે ત્યારે નોકરી જઈ શકે છે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં, ૫.૧ થી ૫.૨ મિલિયનથી વધુ ભારતીય મૂળના લોકો અમેરિકામાં રહે છે, જે સૌથી ઝડપથી વિકસતા અને બીજા ક્રમના સૌથી મોટા એશિયન અમેરિકન જૂથોમાંના એક છે. પ્રથમ ક્રમે ચીન છે. ૨૦૦૦થી આ વસ્તીમાં ૧૭૦% થી વધુનો વધારો થયો છે, જેમાં લગભગ બે તૃતીયાંશ (૬૬%) ઇમિગ્રન્ટ્સ છે. મુખ્ય લાક્ષણિકતાઓમાં ઉચ્ચ આવક સ્તર અને કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યુ જર્સી અને ન્યુ યોર્ક જેવા રાજ્યોમાં ભારતીઓની બહુલતા છે. ભારતીયોની વસ્તી ત્યાં ખાસ કરીને ૧૯૮૦ ના દાયકા પછી ઝડપથી વધવા લાગી, અમેરિકાએ અત્યંત કુશળ અને શિક્ષિત ભારતીય ઇમિગ્રન્ટ્સને આકર્ષિત કરતી નવી નીતિ આ સમયે લાવી હતી હતી. જો કે આખી દુનિયાના લોકોએ અમેરિકા તરફ દોડ લગાવી હતી.
ભવિષ્ય
અમેરિકામાં અસ્થિરતા વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો બહુ વિરોધ થઈ રહૃાો છે. સ્થાનિક લોકો મોંઘવારીનો ભોગ બની રહૃાા છે. નોકરીઓમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. ફુગાવો વધી રહૃાો છે. ટ્રમ્પનું ચાર વર્ષનું શાસન કદાચ દાયકાઓ સુધી અસર કરશે અને આખી દુનિયા યાદ કરશે. તેમાં પણ જો ઈરાન સાથે યુદ્ધ કરશે તો આખી દુનિયામાં તેની બહુ વિપરીત અસરો પડશે તે નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નજર માત્ર વેનેઝુએલા કે ઈરાન પૂરતી જ સીમિત નથી, તે શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ સુધી પગ ફેલાવવા માંગે છે. પાકિસ્તાન તો લગભગ તેની નજરમાં છે, પરંતુ પાડોશમાં ચીનની હાજરીથી હજુ ગજ વાગતો નથી.
અમેરિકા
'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' (એમએજીએ) એ રિપબ્લિકન પાર્ટીનું એક પ્રચલિત અમેરિકન રાજકીય સૂત્ર અને ચળવળ છે જેને ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૪ના રાષ્ટ્રપતિ પ્રચાર દરમિયાન લોકપ્રિય બનાવ્યું. તે અમેરિકન સમૃદ્ધિ અને વિશ્વ નેતૃત્વને પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા દર્શાવે છે. શરૂઆતમાં ૧૯૮૦ માં રોનાલ્ડ રીગન દ્વારા ઉપયોગમાં લેવાયું હતું, તે ટ્રમ્પના સમર્થકો માટે એક ટ્રેડમાર્ક સૂત્ર બની ગયું છે. ડેમોક્રેટિક પાર્ટીનું સૂત્ર 'અમેરિકા ફર્સ્ટ' છે. અમેરિકાની બન્ને પાર્ટીઓ મૂળભૂત રીતે યુદ્ધખોર માનસ ધરાવે છે તે સાબિત થઈ ચૂક્યું છે.
અસરો
ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પના તઘલખી શાસનની સામાન્ય, મધ્યમ વર્ગ ઉપર શું અસરો થશે તે હજી સ્પષ્ટ નથી. ચાર્ટર્ડ વિમાનોમાં ઉડવાવાળા લોકોના હસમુખા ચહેરાઓ જોઈને લાગે છે કે, તેમને કોઈ મોટી કે નિર્ણાયક અસરો થતી નથી અને થવાની નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણ નિર્દય અને સત્તા લક્ષી છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial