Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ન ક્ષેત્ર, મંદિર ટ્રસ્ટ, ગૌશાળાના સહયોગથી
જામનગર તા. ૧૫: જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાના પ્રસાદરૂપનો વિશ્વ વિક્રમી રોટલો બનાવનાર સંસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, અને શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા, શ્રી જલારામ મંદિર હાપા દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌશાળામાં આશ્રિત ગાય માતા માટે ગૌચારાનો અન્નકુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ વેળાએ ગૌ માતાનું પૂજન કરવા માટે અનેક જલારામ ભક્તો, અને ગૌભક્તો મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉપસ્થિત રહૃાા હતા. જલારામ બાપાના મંદિરે આરતી કરાયા બાદ અન્નકોટ ઉત્સવમાં મુકવામાં આવેલા ગૌચારાનો તમામ પ્રસાદ જેમાં ૧૫ કિલો કેળા, ૧૦ કિલો પપૈયા, ૧૦ કિલો તરબૂચ, પાંચ કિલો સફરજન, પાંચ કિલો જામફળ, દસ કિલો ટેટી, પાંચ કિલો ચીકુ, ઉપરાંત કોબી, ડ્રેગન ફુટ, કાકડી સહિત પ્રસાદ રૂપે ધરવામાં આવ્યા હતા, ત્યાર બાદ ગૌશાળામાં આશ્રિત ગૌમાતા ને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
સનાતન ધર્મમાં દાન અને અન્નના મહત્ત્વને ધ્યાનમાં રાખી અને ૩૩ કોટી દેવીદેવતાના વાસ ધરાવનાર ગૌમાતાના લાભાર્થે મકરસંક્રાંતના પવિત્રદિને સૌ પ્રથમ સતત ૭માં વર્ષમાં ગૌચારા અન્નકુટ તેમજ માતૃશ્રી વીરબાઇમાં તેમજ પૂ. જલારામબાપાએ સદાવ્રત શરૂ કર્યાના મહાનદિવસ વિક્રમ સંવત ૧૮૭૬ મહાસુદ બીજના દિવસની ઉજવણીના ભાગરૂપે તા ૧૭ મીએ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા ૧૪ મી વખત ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકુટ રાખેલ છે.
આ ઉપરાંત ૧૭ મી તારીખે સાંજે છ વાગ્યાથી જલારામ મંદિરે શ્રીનાથજી ની ઝાંખી નો કાર્યક્રમ પણ યોજાશે જેમાં શ્રીનાથજી કલાવૃંદ તથા ગાયત્રી ગરબા મંડળ (જામખંભાળીયા) પોતાની કલાકૃતિ રજૂ કરશે જેનો સર્વે જલારામ ભક્તોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial