Advertisement
Author: નોબત સમાચાર

ખીજડિયામાં ત્રણ ખેડૂતના ખેતરમાંથી ચોરાઈ ગયો પ૭ મણ કપાસનો જથ્થો

એક ખેતરમાંથી ૨૦ મણ રૂની થઈ ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા ગામની કેનાલ સીમમાં આવેલા એક ખેડૂતના ખેતરમાંથી ૨૦ મણ રૂ ચોરાઈ ગયું છે. જ્યારે અન્ય ત્રણ ખેડૂતના ખેતરમાંથી ૫૭ મણ કપાસ કોઈ શખ્સો ઉઠાવી ગયા છે. કુલ ૭૭ મણ કપાસ, રૂની ચોરી અંગે એક ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં વસવાટ કરતા ધીરજભાઈ પરસોત્તમભાઈ કથીરીયા નામના ખેડૂતે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના સહિત ચાર ખેડૂતના ખેતરમાંથી ૭૭ મણ કપાસની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સોમવારની સવારના ૧૦ વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં ધીરજભાઈના ખેતરમાં રાખવામાં આવેલી રૂની ૧૦ ભારી જેમાં અંદાજે ૨૦ મણ રૂ હતું તે રૂ।.૨૦ હજારનું રૂ ચોરાઈ જવા ઉપરાંત બાજુમાં આવેલા તરૂણભાઈના ખેતરમાંથી રૂ।.રપ હજારનો ૨૫ મણ કપાસ, ચંદ્રેશભાઈના ખેતરમાંથી રૂ।.૨૦ હજારનો ૨૦ મણ કપાસ તથા વિઠ્ઠલભાઈના ખેતરનો રૂ।.૧૨ હજારનો ૧૨ મણ કપાસ ચોરાઈ ગયાનું જણાવ્યું છે. પોલીસે ૭૭ મણ રૂ તથા કપાસ ચોરી જવા અંગે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh