Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ વર્ષ પહેલાં ઓખામંડળમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૯: ઓખામંડળના સુરજકરાડી પંથકમાં વસવાટ કરતી એક સગીરાને પોતાના માસીના દીકરા સાથે પ્રેમસંબંધ બાંધવાનું કહી એક શખ્સે છ વર્ષ પહેલાં નશાની હાલતમાં ઘરે આવી ગાળો ભાંડી હતી અને બદનામ કરવાની ધમકી આપી હતી. આ કેસ ચાલી જતા અદાલતે એક આરોપીને શંકાનો લાભ આપ્યો છે અને બીજા આરોપીને ત્રણ વર્ષની કેદ ફટકારી છે.
ઓખામંડળના સુરજકરાડીમાં વસવાટ કરતા પિયુષ જયસુખભાઈ સીમરીયા તથા સુજલ દિનેશભાઈ તન્ના નામના બે શખ્સ એક સગીરા પોતાના ઘરે કામ કરતી હોય ત્યારે અવારનવાર ખરાબ ઈશારા કરતા રહેતા હતા. તે પછી મારા માસીના દીકરા સુજલ સાથે પ્રેમસંબંધ કેમ નથી રાખતી તેમ કહી પિયુષ જયસુખભાઈએ ધમકી આપી હતી. ત્યારપછી ગઈ તા.૨૯-૪-૧૯ની રાત્રે નશામાં પિયુષે આ સગીરાના ઘેર જઈ ગાળો ભાંડી હતી અને મારી અથવા સુજલ સાથે પ્રેમસંબંધ રાખ તેમ કહી ઝપાઝપી કરી હતી. આ બાબતની મીઠાપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ પોક્સો એકટ હેઠળ નોંધી ચાર્જશીટ કર્યું હતું. ઉપરોકત કેસ ચાલી જતા અદાલતે આરોપી પિયુષ જયસુખભાઈને આઈપીસી ૩૫૪ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, રૂા.પ હજારનો દંડ, આઈપીસી ૫૦૪ના ગુન્હામાં એક વર્ષની, રૂા.પ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે આરોપીના માસીના દીકરા સુજલ દિનેશ તન્નાને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરાયો છે. સગીરાને પુનવર્સન માટે કમ્પેઈન્સેશન માંથી રૂા.પ૦ હજારનું વળતર ચૂકવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial