Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઈ.સી.એ.આઈ. ભુવનના આધુનિક સંકુલનું લોકાર્પણ

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાની બ્રાંચ બની અદ્યતન

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૫ઃ જામનગરમાં આઈ.સી. એ.આઈ. ભવનનું વિશાળ બિલ્ડીંગનું ઉદ્ઘાટન સીએ ઈન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ સીએ પ્રસન્ના કુમાર ડી.,વાઈસ પ્રેસિડેન્ટ સીએ મંગેશ કિનરે, તથા જામનગર બ્રાંચના ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટીના ચેરમેન સીએ વિશાલ દોશી (બરોડા), કમિટીના અન્ય સભ્યો સીએ ઉમેશ રવાણી, સીએ કલ્પેશ મહેતા, સીએ આનંદ રાયચૂરા, સીએ અંકુર દોશી ખાસ હાજર રહ્યા હતા. સીએ ના સભ્યો તથા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આધુનિક ઓડિટોરિયમ, લાયબ્રેરી, રીડિંગ રૂમ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી રૂમ, જી.એમ.સી.એસ, ઓરિએન્ટેશન (સ્કિલ ડેવલપમેન્ટ)ના શૈક્ષણિક હોલ, વહીવટી તથમ મેનેજિંગ કમિટીના માટેના અલાયદા રૂમો બનાવવામાં આવ્યા છે. હાલમાં જામનગર દ્વારકા જિલ્લાના આશરે એક હજાર સીએ સભ્યો તથા ત્રણ હજાર જેટલા સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. આશરે આ જગ્યા પર ૨૦ હજારથી વધુ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પાસ્ટ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી (અમદાવાદ), સેન્ટ્રલ કાઉન્સીલના સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ (અમદાવાદ), સીએ પ્રીતિ સાવલા (મુંબઈ), સીએ જય છાઈરા (સુરત), સીએ અર્પિત કાબરા (મુંબઈ), પૂર્વ સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ મહેશ સારડા તથા વેસ્ટર્ન રિજીયનના ચેરમેન સીએ કેતન સયા, સી.આર.એમ. એન્ડ એકસ ઓફિસીયો સીએ પીન્કી કેડિયા, જામનગર બ્રાંચના પૂર્વ ચેરમેનો વગેરે મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન સીએ રવિન્દ્ર માણેકે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર બ્રાંચના પાસ્ટ ચેરમેન સીએ અમીત મહેતા, સીએ પ્રતિક ચાંદ્રા અને સીએ પ્રિતેશ મહેતા તથા હાલ વાઈસ ચેરમેન સીએ મહમદ સફી કુરેશી, સેક્રેટરી સીએ જયદીપ રાયમંગિયા, ટ્રેઝરર સીએ ખુશી ગુઢકા, જામનગર વિકાસ ચેરમેન સીએ વિશાલ સાકરીયા, મેમ્બર સીએ દિપક દામા અને વિકાસ ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh