Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભકિતની ભાવના પ્રજવલિત કરવા
જામનગર તા. ૬: જામનગરના કાલાવડના નાકા બહાર આવેલ રોઝી પ્રા. શાળા અને રોઝી હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડર સ્કૂલમાં ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશભકિતની ભાવના પ્રજવલિત કરવાનો હતો. ઓપરેશન સિંદૂર અને ઘર ઘર તિરંગા એમ બે થિમ પર આયોજીત આ કાર્યક્રમમાં દેશના સિમાડા પર શહીદ થયેલા વીર જવાનોના પરિવારો પ્રત્યે આદર કૃતજ્ઞતા વ્યકત કરી અને દરેક ઘરે તિરંગો લહેરાવીને દેશભકિતનો સંદેશ ફેલાવાયો હતો. વિદ્યાર્થીઓએ રચનાત્મક પોસ્ટર, કલાત્મક તોરણ તથા દેશભકિતને અનુરૂપ પ્રોજેકટ્સ બનાવ્યા હતાં. આ કાર્યક્રમમાં મેનેજિંગ ડિરેકટર ઝુબેદાબેન ખીરા (કુરેશી), આચાર્ય રિયાઝભાઈ શેખ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial