Advertisement
Author: નોબત સમાચાર

રજીસ્ટર્ડ વીલ હોવાથી તેને કાયદેસરતા પ્રાપ્ત થતી નથીઃ પ્રોબેટ મેળવવાનો દાવો કરાયો રદ્દ

ઠેબાની જમીન તથા એક દુકાન અંગેના વીલનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર તાલુકાના ઠેબામાં આવેલી એક જમીન તથા કાલાવડ નાકા પાસે આવેલી દુકાન અંગે મૂળ માલિકે અવસાન પહેલાં કરેલા વસીયતનામાના પ્રોબેટ માટે તેમના પુત્રએ કરેલો દાવો અદાલતે નામંજૂર કર્યાે છે. વીલ રજીસ્ટર્ડ હોવા માત્રથી તેને કાયદેસરના મળી શકતી નથી તેવી દલીલ કરાઈ હતી.

જામનગર તાલુકાના ઠેબા ગામમાં આવેલી રે.સ.નં.૪૩૩માં આવેલી જગ્યા તથા કાલાવડ નાકા બહાર રાજ કોમ્પલેક્ષમાં આવેલી એક દુકાન અંગે ઝીણીબેન બાબુભાઈ નકુમની માલિકીની હતી. તે મિલકત અંગે ઝીણીબેને વસીયતનામુ બનાવ્યું હતું.

આ વીલનું પ્રોબેટ મેળવવા તેમના પુત્ર ગોપાલ બાબુભાઈએ અદાલતમાં દાવો કરતા ઝીણીબેનના પુત્રવધૂ રામુબેન ડાયાલાલ નકુમ તેમજ અશોક ડાયાલાલ, કલ્પેશ ડાયાલાલે વાંધો લીધો હતો. તેઓએ આ વસીયતનામુ રજીસ્ટર્ડ હોવા માત્રથી પુરવાર થઈ જતું નથી, વીલ કરતી વખતે વીલ કરનારની શારીરિક તથા માનસિક તંદુરસ્તી પણ જોવી જોઈએ અને વીલમાં સાક્ષીકરણ થવું જોઈએ તેમજ સાક્ષીઓએ અદાલતમાં હાજર રહી તેને સમર્થન આપવું જોઈએ તેવી દલીલ કરી હતી.

ઉપરોક્ત વીલનું સાક્ષીકરણ કાયદા મુજબ સાબિત થતું નથી તેવી દલીલ કરાતા અદાલતે ગોપાલભાઈ બાબુભાઈ નકુમનો પ્રોબેટ મેળવવાનો દાવો નામંજૂર કર્યાે છે. રામુબેન વગેરે તરફથી વકીલ શૈલેષ દલસુખલાલ મહેતા, જયેશ ભદ્રા, જીગર દવે રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh