Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના બાંગા ગામમાં મકાનમાં ઘૂસ્યા તસ્કરઃ સોના-ચાંદીના દાગીના, રોકડ ચોરાયા

રૂા.૪૨,૫૦૦ની મત્તા ચોરાયાની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: કાલાવડના બાંગા ગામમાં મકાન ધરાવતા અને રાજકોટમાં વસવાટ કરતા એક આસામીના મકાનમાં ગયા સોમવારની સવારથી ગુરૂવારની બપોર સુધીમાં તાળા તોડી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રૂા.૧૬ હજાર રોકડા મળી કુલ રૂા.૪૨૫૦૦ની મત્તાની ચોરી કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી છે.

કાલાવડ તાલુકાના બાંગા ગામમાં અગાઉ વસવાટ કરતા અને હાલમાં રાજકોટના દોઢસો ફૂટ રીંગરોડ પર શાસ્ત્રીનગરની શેરી નં.૭માં વસવાટ કરતા રમેશભાઈ મુળૂભાઈ મૈયડ નામના આસામીનું બાંગા ગામમાં મકાન આવેલુ છે. તે મકાનમાં ગયા સોમવારની સવારના દસ વાગ્યાથી ગઈકાલની બપોર સુધીમાં કોઈ તસ્કરો હાથફેરો કરી ગયા છે.

આ મકાનની દીવાલ ઓળંગી અંદર કૂદી ગયેલા તસ્કરોએ એક ઓરડાના તાળાને તોડી નાખી ખાંખાખોળા કર્યા પછી મકાનમાં રાખવામાં આવેલી પતરાની એક જૂની પેટી શોધી કાઢી હતી. તેમાં રાખવામાં આવેલી સોનાની બુટી, કાનનો દાણો, તૂટેલી સોનાની બુટી, બે જોડી ચાંદીના સાંકળા, એક જોડી ચાંદીની ઝાંઝરી તથા રૂા.૧૬ હજાર રોકડા મળી કુલ રૂા.૪૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લીધી છે.

ચોરીની ગુરૂવારે જાણ થયા પછી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રમેશભાઈ મુળૂભાઈએ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ આર.બી. ઠાકોરે બીએનએસની કલમ ૩૩૧ (૩) (૪), ૩૦૫ (એ) હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh