Advertisement
Author: નોબત સમાચાર

ખીજડિયા બાયપાસ પાસે અકસ્માતમાં જામનગરના યુવાનનું નિપજ્યું મૃત્યુ

હિટ એન્ડ રનના બનાવની તપાસ શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ખીજડીયા બાયપાસ પર ગઈકાલે હિટ એન્ડ રનના એક બનાવમાં જામનગરના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જનાર વાહનની પોલીસ દ્વારા શોધ કરાઈ રહી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસ પાસે ગઈકાલે બપોરે એક યુવાન પસાર થતા હતા ત્યારે તેઓને અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું હતું. ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં મૃતક જામનગરની જલારામ સોસાયટીમાં રહેતા ભીખુભાઈ નરશીભાઈ ભોજાણી હોવાનું ખૂલ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહનની શોધ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh