Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની ઉંમર સાબિત થવાથી સજા થઈ શકે નહીં:
જામનગર તા. ૬: જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનમાં નવ વર્ષ પહેલાં નોંધાયેલા સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીનો અદાલતમાં છૂટકારો થયો છે.
જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં એક સગીરાના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં કમલેશ તેજસીભાઈ ડગરા નામનો શખ્સ મળી આવ્યો હતો. જુદા જુદા સ્થળે લઈ જઈ તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલ્યું હતું.
આરોપી સામે પોલીસે આઈપીસી તથા પોક્સો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ભોગ બનનારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનંુ સાબિત થાય તે કારણથી જ આરોપીને સજા થઈ શકે નહીં તેવી દલીલ કરાતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણ ભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial