Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજખોરી અંગે રજૂઆતો સાંભળવા દ્વારકા એસપીનો લોકદરબારઃ બાવીસ રજૂઆત થઈ

તપાસ તથા કાર્યવાહી માટે લગતને કરાયો આદેશઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકાના બાવીસ અરજદારો દ્વારા ગઈકાલે વ્યાજખોરી અંગે એસપી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. વ્યાજખોરીને ડામવા કડક પગલાંની સૂચના પછી ગઈકાલે યોજાયેલા લોકદરબારમાં એસપીએ અરજદારોને સાંભળ્યા પછી લગત પોલીસ સ્ટેશનને તપાસ તથા કાર્યવાહીનો હુકમ કર્યાે હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને વ્યાજખોરીથી બચાવવા અને જે નાગરિકો વ્યાજખોરીમાં ફસાઈ ગયા હોય તેઓની રજૂઆત સાંભળવા માટે સૂચના આપવામાં આવ્યા પછી ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડાની ખંભાળિયા સ્થિત કચેરીએ અરજદારો ઉમટ્યા હતા.

ગઈકાલે બપોરથી સાંજ સુધી એસપી જયરાજસિંહ વાળાએ ફરિયાદીઓને રૂબરૂ મળી તેઓને સાંભળ્યા હતા અને તેઓની રજૂઆતનું નોટીંગ કરાવી સંબંધિત પોલીસ મથકોને તપાસ તથા કાર્યવાહીનો આદેશ કર્યાે હતો. પોલીસ દ્વારા વ્યાજખોરી સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે બાવીસ અરજદારોએ એસપી કચેરીએ ઉપસ્થિત રહી નિર્ભિકપણે રજૂઆતો કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh