Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગભગ બે દિવસ સુધી ચલાવાયો પાણીનો મારોઃ
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયાના તરઘડી ગામ પાસે કચરાના ડમ્પીંગ યાર્ડમાં દિવાળીના તહેવારોમાં આગ ભભૂકી હતી. સળગતો ફટાકડો પડતા ધૂમાડાના ગોટેગોટા વચ્ચે આગ ભભૂકતા લગભગ બે દિવસ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી.
ખંભાળિયામાં દિવાળીના તહેવારોમાં નગરપાલિકાના કચરાના ડમ્પીંગ યાર્ડ-તરઘડી ગામ પાસે કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. વર્ષાેથી ત્યાં કચરાના ઢગલા, કોથળી તથા ડુચા અને સળગે એવા પદાર્થાેના ઢગલા પડ્યા હોય. આ આગ લાગી ત્યારે તુરંત મોટા વિસ્તારોમાં ફેલાતા તડકા અને ધૂમાડાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
બનાવની જાણ થતાં પાલિકા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર દ્વારા ચાર વાહનો તથા બે ટીમ મોકલી આગને કાબૂમાં લેવા આખી રાત પ્રયત્નો કરાયા હતા પરંતુ કચરામાં ઉંડે સુધી પ્રસરી ગયેલી આગથી ખૂબજ લાંબા સમય સુધી આગ ચાલુ રહેવા પામી હતી. બીજા દિવસે પણ ધૂમાડાના ગોટા છવાયેલા રહ્યા હતા.
વર્ષાેથી ટનબંધ પડેલા આ કચરાનો નિકાલ ન થતાં જોખમી બનેલા ઢગલા ગંદકી સાથે ગમે ત્યારે ભયંકર આગ થાય તેવું પણ થઈ રહ્યું હોય તુરંત નિકાલની લોકોમાં માંગ પણ ઉઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial