Advertisement
Author: નોબત સમાચાર

બેબી લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો

જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ૪૯ દિવસથી ચાલતી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ૪૯ દિવસથી ચાલતી બેબી લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ સાથે ભવ્ય સમાપન સમારંભ યોજાયો હતો.

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ગ્રાસ રુટ લેવલથી ફૂટબોલનું ડેવલોપમેન્ટ થાય તે માટે બ્લુ કલબ બેબી લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેને અનુલક્ષીને જામનગરમાં પણ ફૂટબોલ એસોસિએશન દ્વારા બેબી લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું જામનગર ની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં  આયોજન કરવામાં હતું.

જેની શરૂઆત તારીખ ૧૦.૧.૨૦૨૬ થી કરાઈ હતી. આ ટુર્નામેન્ટ મા ૧૦ વર્ષ સુધીના અને ૧૨ વર્ષ સુધી એમ બે કેટેગરી મા રમાડવામાં આવી હતી. જેમાં બંને કેટેગરી મા જામનગર ની બેસ્ટ ૮ ટીમોમાં કુલ ૧૪૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ટીમ ને ૧૪ મેચ રમવા મળેલ હતા. અને ટુર્નામેન્ટ ના અંતે ૨૨.૨.૨૦૨૬ ના રોજ આખરી દિવસ ના મહત્વના મેચ સાથે આ ટુર્નામેન્ટ નું સમાપન થયેલ હતું.

આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં  એમ.જે. સ્પોર્ટ્સના મનજીતસિંઘ ઉપ્પલ, જામનગર ના ફુટબોલ ના ખેલાડી તથા જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા, સી.ડી. ગોયંકા સ્કૂલના નીતુ વેદ, ભાવેશ વૈષ્ણવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. તેઓના હસ્તે વિજેતા ટીમો ને ટ્રોફી, મેડલ અને મોમેન્ટો એનાયત કરાયા હતા.

સમગ્ર ટુર્નામેન્ટ જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમના માર્ગદર્શન હેઠળ રમાડવામાં આવી હતી. જેમાં જામનગરના તમામ સિનિયર ખેલાડીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. સમારંભના અંતે આભાર વિધિ કમલેશ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, દસ વર્ષથી નીચેના વિભાગમાં પ્રાઇમ વોરિયર પ્રથમ સ્થાને, જી.ડી. ગોયંકા સ્કૂલ બીજા સ્થાને, જ્યારે એનસીએફસી ફૂટબોલ એકેડમી ની ટીમ ત્રીજા ક્રમે વિજેતા થઈ હતી. જયારે બાર વર્ષની વયના વિભાગમાં એનસીએફસી બી. ફૂટબોલ એકેડેમીની ટીમ પ્રથમ સ્થાને, હન્નાન ફૂટબોલ ક્લબની ટીમ બીજા સ્થાને, જ્યારે એનસીએફસી એ. ફૂટબોલ એકેડેમીની ટીમ ત્રીજા સ્થાને વિજેતા થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh