Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખામંડળના યુવકને જામનગર દવાખાને ખસેડાયોઃ
ઓખા તા. ૨૩: ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતા દલિત યુવક સાથે કેટલાક સમયથી પ્રેમસંબંધમાં બંધાયેલી સગીરાને શનિવારે રાત્રે મળવા ગયેલા યુવક પર સગીરાના પરિવારજનોએ પાઈપથી હુમલો કરતા ગંભીર ઈજા પામેલા યુવકને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં વધુ સારવાર માટે જામનગર ખસેડાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતા એક યુવક સાથે તે વિસ્તારમાં વસવાટ કરતી અન્ય કોમની સગીરા સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી અવારનવાર આ વ્યક્તિઓ મળતા રહેતા હતા.
તે દરમિયાન શનિવારે રાત્રિના સમયે આ યુવક પોતાના પ્રિય પાત્રને મળવા ગયા પછી તેઓની હરકતો સગીરાના પરિવારના ધ્યાનમાં આવી જતા બઘડાટી બોલી ગઈ હતી. એકઠા થઈ ગયેલા સગીરાના પરિવારજનોએ આ યુવકને મરણતોલ માલ માર્યાે છે.
હુમલામાં માથામાં પાઈપ વાગી જતા આ યુવકને સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર દવાખાને લઈ જવામાં આવ્યો છે. જીવન-મરણ વચ્ચે આ યુવાન ઝોલા ખાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. એક પક્ષે દુષ્કર્મની અને બીજા પક્ષે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યાનું બહાર આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial