Advertisement
Author: નોબત સમાચાર

ગરીબ શાકભાજી વેંચનારા લોકોનું એક ગાળાનું ભાડું ૬૦ માંથી સીધું રૂ।. ૮૦૦ : હળહળતો અન્યાય

કરોડોની જમીનના ભાડાપટ્ટામાં માત્ર પાંચ રૂપિયે ફૂટ અને

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૪: ખંભાળિયા પાલિકામાં ભાજપનું શાસન છે અને ભાજપ પક્ષ ગરીબો-પીડિતોની મદદ કરનાર ગણાય છે, ત્યારે અહીં 'ઉલટી ગંગા'નો ઘાટ થયો છે. તાજેતરમાં શહેરના ક્રીમ ગણાતા વિસ્તારોમાં જમીનો પર ભાડાપટ્ટા પર દુકાનો, ફેક્ટરીઓ, ઘર, મીલો, અન્ય હેતુઓ માટે બજાર કિંમત કરોડો છે તેવી જમીનો ભાડાપટ્ટા પર પાલિકાએ આપેલી છે, તેમાં વર્ષોથી ફીક્સ ભાડું જ લેવાતું હોય, આ જમીનોને માત્ર પાંચ ફૂટ-માસિક ભાડા લેવા સામાન્ય સભામાં ઠરાવ થયો હતો. જેનાથી વીજબીલ ભરવા પણ અસમર્થ તળિયાઝાટક તીજોરીવાળી ખંભાળિયા પાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત બનતા પણ ભાડાપટ્ટાના આસામીઓના દબાણથી માત્ર મહિને પાંચ રૂપિયા અન્ય ન.પા.માં ૧૦-૧ર રૂપિયા છે) વાળો આ ઠરાવ સામાન્ય સભામાં ફરી લેવાયો અને તેમાં જુનું ભાડું ફીક્સ માન્ય રખાયું. માત્ર પાંચ રૂપિયા કરવાથી એક સૌથી મોટા ભાડાપટ્ટા ધારકને વર્ષે ૩૬ લાખ ભરવાના થતા પણ જુના ભાડાપટ્ટામાં માત્ર હજારો જ.

મોટા આસામીઓ સામે પાલિકાની આવી નીતિ છે, જ્યારે ખંભાળિયા પાલિકાની શાક માર્કેટમાં આવેલા ૩૦-૩પ ફૂટના ગાળા જેના પર ગરીબ શાકવાળો શાક વેંચીને ગુજરાન ચલાવે તેનું ભાડું ૬૦ રૂપિયા હતું તે ૮૦૦ સીધું થઈ ગયું.

૧૩ ગણું ભાડું વધ્યું

પાલિકાના ભાડાપટ્ટાની કિંમતી જમીનો કે જે શહેરના જોધપુર ગેઈટ, નગર ગેઈટ, ચાર રસ્તા, સિનેમા રોડ પર આવેલી છે તેમાં મહિને પાંચ રૂપિયા ફૂટ ભાડું વધારવું નથી, જ્યારે ગરીબ ગાલાવાળાના ભાડા એકસાથે તેર ગણા થઈ ગયા. માસિક ૬૦ રૂપિયા ભાડું હતું તે વધારીને ૧૮૦૦ કરાયું હતું, પણ પછી દેકારો થતા ભાડું હમણાની સામાન્ય સભામાં ૮૦૦ થયું. ૬૦ રૂપિયા મહિનેના ૮૦૦ રૂપિયા સીધું તેરગણું ભાડું, નવાઈની વાત છે કે, જે ૩૦-૩પ ફૂટ ગાળાનું છે તેની જગ્યાનું માસિક ભાડું ફૂટનું રર રૂપિયા થાય છે જ્યારે ભાડાપટ્ટાની જગ્યાનું માલિક ભાડું રૂ।. પાંચ પણ લેવાતું નથી. ખંભાળિયા પાલિકાની ગરીબો તથા ધનિકો સાથેની આ અસમાનતાભરી સ્થિતિ ભારે ચર્ચાસ્પદ બની છે, તો છાશવારે ભાજપનો વિરોધ કરનારા કોંગ્રેસ અને આપ જેવા પક્ષોનું આ ભાવ વધારા મુદ્દે 'મૌન' પણ રહસ્યમયી બન્યું છે. શું તેમને આ ગરીબ ગાલાવાળાઓ પ્રત્યે સહાનુભૂતિ નથી? કે પછી ભાડાપટ્ટાના આસામીઓએ જેમ ભાજપના સત્તાધીશો પર જાદુ કર્યો તેમ એમના પર પણ સંમોહન થઈ ગયું છે કે શું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh