Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વ્યવસ્થાઓ,ન્યાઝ સાથે ઠેર ઠેર સ્વાગતઃ જમાતો-કમિટિઓની મિલાદ પાર્ટીઓ જોડાઈ
ઈદે મિલ્લાદુન્નબી નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત જામનગર દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનેરા ઉત્સાહ-અદબ અને અકિદત સાથે પ્રસાર થયો હતો. જેમાં હજારો સુન્ની મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી બારગાહે રિસાલતમાં ખિરાજે અકિદત પેશ કરી હતી.
સવારે ૯ વાગ્યે નારા-એ-તકબીર, નારા-એ-રિસાલત ના ઈમાન અફરોઝ નારાઓથી શરૂ થયેલ આ ઝુલુસના રસ્તામાં ઠેર ઠેર ચા, મલાઈ કેક, ચણા બટેટા, ભેળ, ભજીયા, હલવો, ખજુર, રસગુલ્લા, ફાલુદા-છાસ-લસ્સી, ગાંઠીયા, ખારી તેમજ પાણીના પાઉચ તથા બોટલ વગેરે ન્યાઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જશ્ને ઈદે મિલાદ દુન્નબીના અવસરે પ્યારા નબી પ્રત્યે પોતાની ખિરાજે અકિદત પેશ કરવા સુન્ની મુસ્લિમ આગેવાનો કમિટીના કાર્યકર્તાઓ સામેલ થયા હતા.
ઈસ્લામનો સૌથી મહત્તવપૂર્ણ દિવસ અને સૌથી વધુ ખુશીનો દિવસ ઈદે મિલાદનું શાનદાર ઝુલુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૂ થઈ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચ હાટડી, દરબાર ગઢ, જમ્મા મસ્જીદ, ટાવર મસ્જીદ, ચાંદી બજારથી પુનઃ દરબાર ગઢ ચોકમાં બપોરે ૧૨:૩૦ કલાકે સમાપ્ત થયું હતું.આલીશાન ઝુલુસમાં જામનગર શહેરની સુન્ની મુસ્લિમ જમાતોમાં , ખુરેશી મિલાદ પાર્ટી, ખાટકી જમાત મિલાદ પાર્ટી, સુન્ની રઝવી કમિટી, વસીલા કમિટી, સાધના કોલોની સહિત મિલાદ પાર્ટીઓ દરૂહો સલામ અને મિલાદ શરીફ પઢતા પઢતા ઝુલુસમાં સામેલ થયા હતા. ઝુલુસમાં પોતાના વાહનોને શણગારી ઝુલુસમાં સામેલ થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial