Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ સંદર્ભમાં
દ્વારકા તા. ર૭: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ૩ માર્ચે ફૂલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે, ત્યારે આ ઉત્સવમાં ઉમટી પડનાર યાત્રિકો, પદયાત્રીઓ, ભાવિકોના માનવ મહેરામણની સુરક્ષા, સુવિધા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્ના દ્વારા દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી ફૂલપ્રૂફ વ્યવસ્થાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરે અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ તથા સુરક્ષા વિભાગ સાથે સતત ચર્ચા-વિચારણા કરી હતી. મંદિર તથા સંલગ્ન તમામ વિસ્તારોની જાત મુલાકાત કરી તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
ફૂલડોલ ઉત્સવ સંદર્ભમાં પ્રાંતઅધિકારી અમોલ આવટે, દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાન્શુ ચૌહાણ, જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા, વિભાગીય પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, માનસતાની સાથે સંકલન કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર દ્વારા દ્વારકા શહેરના મંદિર સંલગ્ન પ્રવેશ માટેના જાહેર માર્ગો પર વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. આ જાહેરનામાનો કડક અમલ થાય તેવી સૂચના પોલીસ વિભાગને આપી તે રીતની દરેક પોઈન્ટપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાહનચાલકોને પણ સોશિયલ મીડિયા તથા અખબારોના માધ્યમથી સૂચના આપવામાં આવી રહી છે.
શહેરના હાથી ગેઈટથી એક કિ.મી. સુધી યાત્રિકો મંદિર સુધી મુશ્કેલી વગર જઈ શકે તે માટે બેરીકેડ્સ ગોઠવી દેવાયા છે. યાત્રિકો ગોમતીઘાટના દર્શન કરી છપ્પન સીડીથી સીધા મંદિરમાં પ્રવેશ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરમાં પણ બેરીકેડ્સ ગોઠવી દેવાયા છે.
હાથી ગેઈટ તેમજ ઈસ્કોન ગેઈટપાસે આવેલ દેવસ્થાન સમિતિના યાત્રિક સંકુલ, સનસેટ પોઈન્ટ જેવા ખુલ્લા ગ્રાઉન્ડમાં વાહનોના પાર્કિંગની કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial