Advertisement
Author: નોબત સમાચાર

ટિકિટ ચેકીંગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૬ ટિકિટ ચેકરોનું પ્રમાણપત્રો આપી સન્માન

વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં રાજકોટ રેલવે ડિવિઝનમાં

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૦૮: ટિકિટ ચેકિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજકોટ ડિવિઝનના ૬ કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા હતાં.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ટિકિટ વગરની અને અનિયમિત મુસાફરી પર અસરકારક અંકુશ લાવવા માટે નિયમિતપણે વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટિકિટ ચેકિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૬ ટિકિટ ચેકિંગ સ્ટાફને આજે ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીના દ્વારા યોગ્યતા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના પણ ઉપસ્થિત રહૃાા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કર્મચારીઓની પસંદગી તેમના વ્યક્તિગત લક્ષ્યાંકો કરતાં વધુ મેળવેલી દંડની રકમ અને નોંધાયેલા કેસોના આધારે નિર્ધારિત ધોરણો અને માપદંડો મુજબ કરવામાં આવી હતી.

આ સન્માનથી કર્મચારીઓનું મનોબળ વધ્યું છે અને તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

સન્માનિત થયેલ ટિકિટ ચેકિંગ સ્ટાફ કે. સી. ગુર્જરને ડિવિઝનના તમામ ટિકિટ ચેકિંગ સ્ટાફના પ્રભારી મુખ્ય ટિકિટ ચેકિંગ નિરીક્ષકને ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન, કાર્યક્ષમ સ્ટાફ મેનેજમેન્ટ અને અસરકારક આયોજનમાં નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત કેતન ઓઝાને ૬૪૧૨ કેસ, ૫૩.૯૮ લાખ આવક, હિતેશ કુમાર સોલંકીઃ ૬૫૮૧ કેસ, ૪૮.૭૬ લાખ આવક, કિરણ ઓઝાને ૫૭૨૯ કેસ, ૪૬.૦૯ લાખ આવક, નીતાબા જાડેજાને ૫૭૩૭ કેસ, ૪૧.૩૨ લાખ આવક, નીતાબા ઝાલાને ૫૦૦૮ કેસ, ૩૮.૭૯ લાખ આવક બદલ સન્માનિત કરાયા હતાં.

રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી કરનારા મુસાફરો વિરુદ્ધ વ્યાપક અને સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને વિશેષ ચેકિંગ અભિયાનોના પરિણામે, ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગના માધ્યમથી ૧૦.૯૫ કરોડની રેકોર્ડ આવક મેળવી છે. આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલી ૬.૫૦ કરોડની આવકની સરખામણીમાં ૬૮.૨૩ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ સન્માનિત તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણ તથા ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે મુસાફરોને પણ અપીલ કરી હતી કે તેઓ યોગ્ય ટિકિટ લઈને સન્માનપૂર્વક મુસાફરી કરે અને રેલવેના નિયમોનું પાલન કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh