Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ યોજનાઓ માટે વડાપ્રધાનનો આભાર માનવા રાજયના સહકાર વિભાગે ચલાવેલા અભિયાન હેઠળ
જામનગર તા. ૧૬: વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' એનાયત કરાયો છે. જીએસટી સુધારા, મેક ઇન ઈન્ડિયા, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા છે. વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ પાઠવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ'ના અધિકારીઓ દ્વારા *વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન* રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ, વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે, તેમ પત્રકાર પરિષદમાં સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા સચિવે કહૃાું હતું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાનને આજદિન સુધી ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં જીએસટી સુધારા, મેક ઇન ઈન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ, જનધન યોજના, તમામ નાગરિકોના નાણાકીય સમાવેશીકરણ, બુલેટ ટ્રેનની શરૂઆત, વગેરે જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા.
તેમણે કહૃાું હતું કે, જ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા મક્કમ અને સબળ પ્રયાસો કરી ટીપે ટીપે સરોવર ભરાય એમ અંદાજિત ૭૫ લાખના આંકડાને પણ ક્યાંય પાછળ મૂકીને ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખી, ભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વ ફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૨૧માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે 'સહકારથી સમૃદ્ધિ' અંતર્ગત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક-સામાજિક ઉન્નતિનું વિશેષ કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સચિવે વધુમાં જણાવ્યું હતું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકર્ડ અત્યાર સુધી ૬,૬૬૬ પોસ્ટકાર્ડ સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (એસડીસી)-સેક્શન વોટર(સ્વિત્ઝરલેન્ડ) બાસેલ, સ્વિત્ઝરલેન્ડ પાસે હતો, જે હવે ગુજરાતનાં નામે થયો છે. જે અંતર્ગત સહકાર વિભાગ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લંડન સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિવરફ્રન્ટ, અમદાવાદમાં ૩૫૦સ૮૦ ફૂટના વિસ્તારમાં ૭૫,૦૦,૦૦૦નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ લગાવવામાં આવ્યા હતા, જે માટે સહકાર વિભાગના ૫૦થી વધુ અધિકારીઓ તથા ૧૦૦થી વધુ કર્મચારીઓએ સતત ૩-૪ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial