Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૮૦ લાખ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલો
ખંભાળિયા તા. રઃ ખંભાળિયામાં એક પણ સ્વીમીંગ પુલ ના હોય તથા અહીં એક સમયની સ્વીમીંગ પુલ જેવી ઘી નદી પણ ગાંડીવેલથી બેકાર સ્થિતિમાં હોય, પાલિકાના આગલા હોદ્દેદારો દ્વારા ૮૦ લાખ રૂપિયાના ખર્ચે પાલિકા બગીચામાં અદ્યતન સ્વીમીંગ પુલ બનાવાયેલો જે લોકાર્પણના અઢી વર્ષ થયા છતાં પણ આ પુલ કઈ રીતે ચાલુ કરવો તે નક્કી ના થતા પુલ બંધ રહ્યો હતો. પાલિકા દ્વારા સંચાલન થાય તેના બદલે ખાનગી કોન્ટ્રાક્ટરને ત્રણેક કરોડની મિલકત વર્ષે એક લાખના ભાડાથી આપી દેવાતા પાલિકાનો લાખના બાર હજાર કરવાનો વહીવટ ભારે ટીકાપાત્ર બન્યો છે.
નગરપાલિકા જેવી જાહેર સંસ્થા સ્વીમીંગ પુલ કે લોકોપયોગી સેવાઓ શરૂ કરે ત્યારે તેની ફી અન્ય સ્થળો પરની સેવા જોઈને નક્કી કરતી હોય છે, ત્યારે અહીં વિચિત્ર થયું છે. ૮૦ લાખ ઉપરાંતના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવવો તથા બે-અઢી કરોડની જમીન માત્ર વર્ષે એક લાખના ભાડાથી ખાનગી કોન્ટ્રાક્ટરને આપી દેવાઈ અને ફીની પરવાનગી મહિતે ૧પ૦૦ એટલે કે વર્ષે ૧૮,૦૦૦ ની અપાઈ છે. અમદાવાદ જેવા મહાનગરમાં જ્યાં ઓલિમ્પિક કક્ષાના સ્વીમીંગ પુલ છે તે અસારવા, સરસપુર, સારંગપુર જેવા સ્વીમીંગ પુલોની વાર્ષિક ફી પંદરસો જ છે અને ઉનાળામાં એક માસના ૩૦૦ રૂપિયા છે, જ્યારે અહીં એક દિવસના ર૦૦ રૂપિયા છે. કરોડોની લોકોની મિલકત ખાનગી કોન્ટ્રાક્ટરને કમાવી આપવાના કારસા સમાન પાલિકાનો આ અણઘડ વહીવટ ભ્રષ્ટાચારની 'મહાન' શંકાને કારણ બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial