Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ હજાર છાત્રો-વાલીઓ જોડાયાઃ
ખંભાળિયાતા. ૭: ખંભાળિયામાં એમેજીંગ દ્વારકા સંસ્થા દ્વારા એજ્યુકેશન એક્સપો યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન પોદાર એજ્યુ. નેટવર્ક (મુંબઈ) ના પ્રિન્સિપાલ પ્રતિમા ભટનાગર તથા જિલ્લા પ્રા.શિ. મધુબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ એકસ્પોમાં વિવિધ સંસ્થાઓના સ્ટોલમાં પાંચ હજાર છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમજ વાલીઓ અને શિક્ષણ ઉત્સુક નગરજનો મળી એક હજાર લોકોએે આ એક્સ્પોનો લાભ લીધો હતો.
રજિસ્ટ્રેશન કરાયેલા છાત્રોમાંથી ડ્રો કરી પંદર છાત્રોને રૂ।. પ૦ હજારની રોકડ સ્કોલરશીપ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કુલ રૂપિયા ત્રીસ લાખની ફી માફી/સ્કોલરશીપ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, જિ.પ્રા.શિ. મધુબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પી.આઈ. નિકુંજ જોષી, સાયબર ક્રાઈમ વિભાગના અધિકારીઓ, જાણીતા વક્તા મનિષભાઈ વઘાસિયા હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial