Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ૧ર,૧પ૦ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે

'સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ વિકાસ' યોજના હેઠળ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સભામાં સાંસદ પરિમલભાઈ નથવાણીએ મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ યોજના હેઠળ વિકસિત અથવા વિક્સાવવામાં આવી રહેલા સોલાર પાર્કની સંખ્યા, દેશમાં સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઊર્જા, ઉત્પાદનના લક્ષ્યાંકોની વિગતો તથા આ યોજનાના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે માહિતી માગવામાં આવી હતી.

સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રિય નવી અને નવીનિકરણ ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાયકે જણાવ્યું હતું કે, ભારત સરકારે ર૮ ફેબ્રુઆરી, ર૦ર૬સુધીમાં 'સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ' ઠોજના હેઠળ પ૪ સોલાર પાર્કને મંજુરી આપી છે. આમાંથી ૭ સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ ૧ર,૧પ૦ મેગાવોટ મંજુર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.

ગુજરાત પછી રાજસ્થાન ૧૦,૭ર૬ મેગાવોટની મંજર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ ૧૧ સોલાર પાર્ક સાથે બીજા ક્રમે છે. દેશમાં પ૪ સોલાર પાર્કની કુલ મંજુર વીજ ઉત્પાદન ક્ષમતા ૩૯,૧૮૮ મેગા વોટ છે.

પ્રોજેક્ટ્સના અમલિકરણમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાર પાર્ક યોજના સહિત સૌર ઊર્જા પ્રોજેક્ટના અમલિકરણમાં આવતા મુખ્ય પડકારોમાં મુખ્યત્વે જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટેની સમયરેખા સાથે તાલમેલ સાધવો, અને ટેરિફ અપનાવવામાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, મંત્રાલય સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે નિયમિત બેઠકો અને વાતચીત દ્વારા આ પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂરી પ્રયાસો કરી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh