Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ભ્રષ્ટાચાર બંધ કરો, શુદ્ધ પાણી આપો'ના નારા સાથે આવેદનપત્રઃ
ખંભાળીયા તા. ૩૧: ખંભાળીયા શહેર તથા જિલ્લાના કેટલાક ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા લવાયેલ પીવાના પાણીના સેમ્પલ પીવા યોગ્ય ન હોવાનું બહાર આવતા તથા આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા પાલિકા તંત્ર, ટી.ડી.ઓ. ને નોટીસના સંદર્ભમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં રેલી નીકળી હતી. 'ભ્રષ્ટાચાર દૂર કરો, ચોખ્ખું પાણી આપો'ના નારા તથા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા જોધપુર ગેઈટ, ગાંધીજીની પ્રતિમાથી ડેપ્યુટી કલેકટર કચેરીએ પાલિકા વહીવટદારને રૂબરૂ આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા લોકોને જાગૃતિ માટે પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પાલિકા વહીવટદાર દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કામગીરી કરવાની માંગણી કરી હતી અને લોકોના આરોગ્ય સાથે ગંદા પાણી આપીને થતાં ચેડા બંધ કરવા માંગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial