Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ ખરીદનારે કરી હતી અપીલઃ
જામનગર તા. ૨૦: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં વર્ષાે પહેલાં એક ભાગીદારી પેઢીએ ૩૮૬.૫૭ ચો.મી. જગ્યા ખરીદી સિટી સર્વે કચેરીમાં હક્કચોકસી કરાવી હતી. જેમાં ભૂલ થયા પછી આ જગ્યામાં આઠ બાંધકામ કરી તેનું વેચાણ કરાયા પછી નવા ખરીદનારોના નામ ન ચઢતા એસડીએમ સમક્ષ અપીલ કરાઈ હતી. સિટી સર્વે નંબરમાં નોંધમાં થયેલી ભૂલ સુધારવા હુકમ કરાયો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં શેડ નં.એ/૧/૨૮૮ તથા એ/૧/૨૮૯માં આવેલી જમીન એ.એમ. ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ જુદા જુદા રજીસ્ટર્ડ દસ્તાવેજથી જીઆઈડીસી પાસેથી ખરીદ્યા પછી હક્કચોકસી માટે સિટી સર્વે કચેરીમાં અરજી કરતા કચેરીએ નવા શીટ નં.૪૪૩, સી.સ. નં.૨૧૧ તથા ર૧ર, વોર્ડ નં.૧પ/સીમાં ૧૧૬૦૩ તથા ૧૧૬૦૪ નંબરની નોંધ કરી હતી.
ખરેખર આ જગ્યા એ.એમ. ઈન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢીએ જીઆઈડીસી પાસેથી ખરીદેલી હોય તેના દસ્તાવેજમાં સી.સ.નં.૨૧૦, શીટ નં.૪૪૩ તથા વોર્ડ નં.૧૫ લખેલા છે પરંતુ સિટી સર્વે કચેરીએ દસ્તાવેજ તપાસ્યા વગર તે બંને મિલકત એ.એમ. ઈન્ડસ્ટ્રીઝના નામે ટ્રાન્સફર કરેલી હતી અને તેની નોંધ સિટી સર્વે નં.૨૧૦, ૨૧૧ના બદલે ૨૧૧ તથા ૨૧૨માં કરી હતી.
તે જગ્યામાં ભાગીદારી પેઢીએ પરવાનગી મેળવી શેડ, ઓફિસ, દુકાનનું બાંધકામ કરી તેનું વેચાણ કર્યું હતું. તે જગ્યામાં ખરીદ કરનાર વ્યક્તિઓએ પોતાના નામે મિલકત ચઢાવવા સિટી સર્વે કચેરીમાં અરજ કરતા આ અરજીઓ પરત ફરી હતી અને એસડીએમ પાસે અપીલ કરવાની સૂચના અપાઈ હતી. તેથી ખરીદ કરનાર આઠ વ્યક્તિ પૈકીના સ્વ. ચંદ્રિકાબેન રજનીકાંત મકીમના વારસોએ સિટી સર્વે કચેરીમાં ખોટી રીતે પડેલી નોંધ રદ્દ કરાવવા અપીલ કરી હતી. તે અંગે થયેલા વિલંબ અંગે માફીની અરજી થતાં એસડીએમે વિલંબ માફની મંજૂરી આપી હતી. તે પછી અરજદારો તરફથી રોકાયેલા વકીલોએ કરેલી અપીલના અનુસંધાને એસડીએમે હક્કચોકસીમાં સિટી સર્વેમાં નોંધ કરવામાં થયેલી ભુલ સુધારી તે મિલકત એ.એમ. ઈન્સ્ટ્રીઝ તથા તેમના ઉતરોતર ખરીદનારના નામે ચઢાવવાનો હુકમ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ મિતેશ દોશી, જશ દોશી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial