Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાર્કિંગ-બેઠક વ્યવસ્થા વગેરે અંગે સમીક્ષા કરાઈઃ
જામનગર તા. ૪: જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડિમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા ઓપીડી એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા જાહેર જનતાને શિફ્ટિંગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.
જાહેર જનતાના લાભાર્થે, જ્યારે ઓપીડી વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા અને જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાર્કિંગ વ્યવસ્થા માટે કોલેજ કમ્પાઉન્ડની દીવાલની બહારનો વિસ્તાર તૈયાર કરવા માટેનું જાત નિરીક્ષણ કરીને તેની દરખાસ્તો તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરને સાદર કરવામાં આવી છે.
આ તમામ વિસ્તાર યોગ્ય પાર્કિંગ અને અન્ય જરૂરી સગવડો સાથે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ જ જી.જી. સરકારી હોસ્પિટલની ઓપીડીને નવા બનાવેલા અત્યાધુનિક બાંધકામમાં શિફ્ટ કરવાની થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial