Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવો વધ્યા તેથી અમેરિકાને તગડી કમાણીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિનું ચોંકાવનારૃં નિવેદન

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૩: અમેરિકાના રાષ્ટ્રપતિનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. ક્રૂડ-ઓઈલના ભાવ વધતા દુનિયા સંકટમાં છે, પણ ટ્રમ્પને ફાયદો દેખાયો છે. તેમણે કહ્યું છે કે ભાવો વધતા અમે અઢળક પૈસા બનાવ્યા છે.

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઓઈલની કિંમતો આસમાને પહોંચી છે, જેણે અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

ટ્રમ્પે જણાવ્યું કે, ઓઈલના ભાવ વધવાથી અમેરિકા ખૂબ પૈસા કમાઈ રહ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, અમેરિકા દુનિયાનું સૌથી મોટું ઓઈલ ઉત્પાદન હોવાથી કિંમતો વધવાનો સીધો ફાયદો તેમને મળી રહ્યો છે.' જો કે, તેમણે એમ પણ ઉમેર્યું કે તેમના માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઈરાન જેવી 'ખતરનાક શક્તિ'ને પરમાણુ હથિયાર મેળવતા રોકવામાં આવે, કારણ કે તેનાથી સમગ્ર વિશ્વને ખતરો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ બનવા દેશે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh