Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉલ્ટી દરિયામાં તણાઈને આવ્યા પછી મળ્યાની કબૂલાતઃ
જામનગર તા. ૨૩: જામનગરના સિક્કા ગામમાં એક શખ્સના મકાનમાંથી શનિવારે એસઓજી ટીમે વ્હેલ માછલીની ઉલ્ટીનો રૂ।.ર કરોડથી વધુની કિંમતનો જથ્થો કબજે કર્યાે છે. જથ્થા સાથે ઝડપાયેલા શખ્સે વ્હેલ માછલીની ઉલ્ટી દરિયામાં તણાઈને આવ્યા પછી પોતાને સિક્કાના દરિયાકાંઠેથી મળ્યાની વિગતો આપી છે. ઉલ્ટીનો નમૂનો એફએસએલમાં પરીક્ષણ માટે મોકલાયો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા ગામમાં એક શખ્સના મકાનમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો જથ્થો પડ્યો હોવાની બાતમી જામનગર એસઓજીના બલભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, મયુરરાજસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એ.વી. ખેર, એલ.એમ. જેરના વડપણ હેઠળ શનિવારે એસઓજી ટીમે સિક્કામાં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા નાઝ સિનેમા પાછળ ઈમામ ચોકમાં ઈમરાન દાઉદ ભાયા નામના શખ્સના મકાનમાં તલાશી લેવાતા રસોડામાંથી બે કિલો અને ઓગણસિત્તેર ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. અંદાજે રૂ।.ર૦૬૯૦૦૦૦નો જથ્થો કબજે કરી લેવાયો છે.
ઈમરાન ભાયાની પૂછપરછ કરાતા તેણે આ જથ્થો દરિયામાં તણાઈને આવ્યા પછી સિક્કાના દરિયાકાંઠેથી પોતાને મળ્યો હોવાની અને આ વસ્તુની કિંમતની પોતાને જાણકારી હોવાથી તેને વેચવાની તજવીજ કરતો હોવાની પણ કબૂલાત કરી છે. એમ્બરગ્રીસનો નમૂનો એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial