Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા
ખંભાળિયા તા. ર૦: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ર૧-ર-ર૦ર૬ ના સવારે ૧૦-૧પ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયામાં નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ આઈટીઆઈ-ઈલેક્ટ્રીશ્યન, ટર્નર, મશીનીસ્ટ, બીએમઓ વેલ્ડર, વેલ્ડર, ગેસ કટર, ગ્રાઈન્ડર, ફેબ્રિકેશન, ડીપ્લોમા અને બી.ઈ. ઈલેક્ટ્રીકલ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટેકનિકલ જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા પુરુષ ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial