Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય દૂતાવાસે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યાઃ કેન્દ્ર અને તેલંગાણાની સરકારો તથા ઓવૈસી રિયાધના સંપર્કમાં: મૃતકોમાં ૧૧ બાળકો પણ સામેલઃ અરેરાટી
જેદાહ તા. ૧૭: સાઉદી અરબમાં મક્કાથી મદીના જતી યાત્રિકોની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા ૪૨ ભારતીય યાત્રિકોના ગમખ્વાર મૃત્યુ થયા છે. ભારતીય દૂતાવાસ, કેન્દ્ર અને તેલંગાણાની રાજ્ય સરકાર રિયાધના સંપર્કમાં છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ ગમખ્વાર અકસ્માતથી અરેરાટી ફેલાય હતી. આ કમભાગી ભારતીય યાત્રિકો હૈદાબાદના હતાં.
મધ્યરાત્રિ પછી દોઢેક વાગ્યાના સુમારે સાઉદી અરબમાં થયેલા રોડ અકસ્માતમાં ૪૨ ભારતીયોનાં મૃત્યુ થયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોમાં ૨૦ મહિલાઓ અને ૧૧ બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં માત્ર ડ્રાઇવર જ બચી ગયો હતો.
મોટાભાગના મૃતકો હૈદરાબાદ અને આજુબાજુના આંધ્ર-તેલંગાણા રાજ્યોના હોવાનું કહેવાય છે. આ અકસ્માત મદીનાથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂર મુહરાસ નજીક ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પછી આશરે ૧:૩૦ વાગ્યે થયો હતો. તે સમયે ઘણાં મુસાફરો સૂઈ રહૃાા હતા અને તેમને બસમાંથી બહાર નીકળવાની તક જ મળી નહીં.
તેલંગાણા સરકારે કહૃાું કે તેઓ રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે.
જેદ્દાહ સ્થિત ભારતીય દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. *સાઉદી અરેબિયાના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુઃખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને, દૂતાવાસે જણાવ્યું હતું કે, જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે ૨૪ બાય ૭ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર ૮૦૦૨૪૪૦૦૦૩ છે.
આ ઘટના બાદ, તેલંગાણા સરકારે પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે તે માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. પરિવારના સભ્યો ૭૯૯૭૯-૫૯૭૫૪ અને ૯૯૧૨૯-૧૯૫૪૫ નંબરો પર સંપર્ક કરી શકે છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરેબિયામાં ભારતીય ઉમરા યાત્રાળુઓના બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઓવૈસીએ ફોન પર ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહૃાું કે તેમણે હૈદરાબાદમાં બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરોની વિગતો રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે શેર કરી છે.
તેમણે રિયાધમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ મૈથન જ્યોર્જ સાથે પણ વાત કરી. જ્યોર્જે તેમને માહિતી આપી કે સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં અપડેટ આપવામાં આવશે.
ઓવૈસીએ કહૃાું, *હું કેન્દ્ર સરકારને, ખાસ કરીને વિદેશ મંત્રી જયશંકરને અપીલ કરું છું કે તેઓ મૃતદેહોને ભારત પાછા લાવે અને ઘાયલોને જરૂરી મેડિકલ સારવાર પૂરી પાડે.*
વિદેશ મંત્રી એસ. જયશંકરે સાઉદી અરેબિયામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. જયશંકરે કહૃાું, *મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી ભારે આઘાત લાગ્યો છે.* રિયાધમાં અમારું દૂતાવાસ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial