Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરના મોજપમાં ડીવાયએસપી ટીમનો દરોડોઃ ૨૬૪ બોટલ સાથે ત્રણ પકડાયા

પોણા ચાર લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે:

                                                                                                                                                                                                      

ઓખા તા. ૪: ઓખામંડળના મીઠાપુરમાં ડીવાયએસપી ટીમે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ર૬૪ બોટલ કબજે કરી છે. ત્રણ શખ્સની રૂ.પોણા ચાર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે. બેના સગડ દબાવાયા છે.

ઓખામંડળના મીઠાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વિદેશી દારૂની રેલમછેલ અંગે સ્થાનિક પોલીસ સમક્ષ અવારનવાર રજૂઆતો પછી પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય ત્યારે ડીવાયએસપીની ટીમ દ્વારા મીઠાપુરના મોજપ ગામે રેઈડ કરી વિદેશી દારૂ મળી કુલ રૂ.૩.૭૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો છે.

દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી  સાગર રાઠોડની ટીમ દ્વારા મીઠાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું ત્યારે ખીમાભાઈ આંબલીયાને બાતમી મળી હતી કે મીઠાપુરના મોજપમાં અજુભા ભુટાભા માણેકની વાડીમાં દારૂની બોટલો રાખવામાં આવી છે. તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૨૬૪ બોટલ મળી આવી હતી. દારૂની હેરાફેરીમાં વપરાયેલા બે બાઈક, ઈંગ્લીશ દારૂ, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૩,૭૫,૪૦૦ના મુદ્દામાલ સાથે અજુભા ભુટાભા માણેક, સુનિલભા બુધાભા કુંભાણી, જીગર સાગર પંડયા નામના ત્રણ શખ્સને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે પોરબંદરનો કરણ મેર ઉર્ફે રણીયો તથા જીજે-૧-આરકે ૧પ૩૭ નંબરની મોટરનો ચાલક નાસી ગયો છે.

ડીવાયએસપી ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ઝડપાઈ જતા પોલીસબેડામાં ચકચાર જાગી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ડીવાયએસપી ટીમે સફળતા મેળવી છે. દરોડા પછી એસપી નિતેશ પાંડેય શું પગલાં ભરશે તેના પર મીટ મંડાયેલી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh