Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી ૧૬ બોલેરો પણ ઉપલબ્ધ કરાવાઈઃ
જામનગર તા. ૪: જામનગર જિલ્લાને ૧૧૨ નંબરની ૧૮ જીપ ફાળવવામાં આવી છે. તેની સાથે ૧૬ બોલેરો પણ પોલીસંત્રને આપવામાં આવ્યા છે. ૧૧૨ નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ ઈચ્છતા નાગરિકોની વ્હારે બનતી ત્વરાએ આ વાહનો ધસી જશે.
કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ માટે ૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ૫૦૦ વાહનની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી જામનગર જિલ્લાને ૧૮ વાહન ફાળવવામાં આવ્યા છે અને તેની સાથે જ અન્ય ૧૬ બોલેરો પણ ફાળવાયા છે.
ગઈકાલે આ વાહનો જામનગર આવી પહોંચ્યા ત્યારે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ આ વાહનો પ્રાપ્ત થતાં જિલ્લાના નાગરિકોની સુરક્ષા તથા સલામતીમાં વધારો થશે તેમ જણાવ્યું છે. તે ઉપરાંત જિલ્લા પોલીસતંત્રની કાર્યદક્ષતા અને ક્ષમતા પણ વધવા પામી છે.
૧૧૨ ડાયલ વાહનમાં એક ચાલકની સાથે બે પોલીસ કર્મચારી ફરજ પર રહેશે. જેઓ કોઈપણ નાગરિકના ૧૧૨ નંબર લગાડવાથી બતાવેલા સ્થળે તરત જ પહોંચવાનો પ્રયાસ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial